Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 554
________________ ૪૯૯ અનુભવ સંજીવની સતત સાવધાની પ્રસંગે પ્રસંગે થવા યોગ્ય છે. (૨૦૧૬) જ્ઞાનીના જ્ઞાનનો વિવેક :– સ્વપર પ્રકાશક જ્ઞાનમાં... સ્વ અને પર / રાગ જણાતાં સ્વપરમાં, અનંતમહિમાવંત, સ્વરૂપની સાવધાનીમાં સ્વ : નિર્મુલ્ય, ઉપેક્ષા ભાવે, ભિન્ન, અરસ પણે આશ્રયભાવે, ચૈતન્ય રસમય પણે સહજ પરિણમે છે. (૨૦૧૭) / આ કાળમાં આત્મસ્વરૂપ પામવા અર્થે સત્પુરુષો દ્વારા (જાણે કે અભૂતપૂર્વ સ્પષ્ટતા થઈ, પરંતુ જીવની યોગ્યતા ઘટે છે, યથાયોગ્ય સ્વલક્ષ હોય તો લક્ષણ માત્રમાં હિત થાય તેવું છે. - (૨૦૧૮) પૂર્ણ નિર્દોષતાનો અભિલાષી – ખરેખર ઈચ્છુક – જ આત્માર્થી છે. તેવા આત્માર્થીને માત્ર નિર્દોષતાનું જ પ્રયોજન હોવાથી, ક્યાંય અયથાર્થપણું થતું નથી. સર્વ ન્યાયો– આદિ પ્રયોજનના લક્ષે જ સમજવાની પદ્ધતિ હોવાથી તે સમ્યકજ્ઞાનમાં (અંતે) પરિણમે છે. (૨૦૧૯) સંવત - ૨૦૩૮ અંતર અભ્યાસ – પ્રગટ જ્ઞાનવેદન દ્વારા પ્રત્યક્ષપણાનું પ્રતીતિના બળથી વારંવાર ઉગ્ર થવું, જોર થવું તે સ્વસંવેદનનો અંતર અભ્યાસ છે, જે સહજરૂપે થવા યોગ્ય છે. (૨૦૨૦) Vદ્રવ્યદૃષ્ટિપૂર્વક બીજા જીવો સિદ્ધ સ્વરૂપે જણાતા હોવાથી જ્ઞાનીને, માથાના વાઢનાર (તીવ્ર વિરોધી પ્રત્યે પણ વ્યક્તિગત ષ થતો નથી, માત્ર અસતું એવી દોષિતવૃત્તિનો નિષેધ આવે છે, પરંતુ દ્રવ્યની મુખ્યતા સહિત, (૨૦૧૧) દેવલાલી. શૈ. વ. ૧૧ પોતે જેવા સ્વભાવ સ્વરૂપે છે, તે સ્વરૂપનું ભાન થવું–રહેવું તે પ્રગટ સમ્યક્ દશા છે, જે અપૂર્વ સ્વ ચૈતન્ય રસના નિર્વિકલ્પ વેદન સ્વરૂપ છે, અને શુદ્ધોપયોગ પૂર્વક ઉત્પન હોય છે. (૨૦૧૨)

Loading...

Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572