Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 556
________________ ૫૦૧ અનુભવ સંજીવની તે આત્મરસ છે. (૧) “દ્રવ્યશ્રુતનું સમ્યક્ અવગાહન, ભાવશ્રુતને સાધે છે –“અનુભવ પ્રકાશ” '! (૨) “દ્રવ્યશ્રુતના સમ્યક્ અવગાહનથી શ્રદ્ધાળુણજ્ઞતા પ્રાપ્ત થાય છે; તેથી પરમાર્થ સધાય છે.” પૃ. ૪૬ “અનુભવ પ્રકાશ” આ પ્રકારે નિમિત્ત ઉપાદાનની સંધી છે. (૨૦૦૮) V જ્ઞાન પર્યાયમાં વેદન ચાલ્યા કરે છે, જ્ઞાનનું જ, પરંતુ પરપ્રવેશનો અભાવભાવ . અર્થાત્ પરપ્રવેશરૂપ અનુભવ (અધ્યાસ) ભાવ નો અભાવ થાય – ત્યારે સ્વસંવેદન – જ્ઞાનનું જ્ઞાનને વેદન – તે રૂપ નિજ જ્ઞાન થાય – અથવા ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે, અનંત મહિમા સહિત. (૨૦૦૯) V સદા ઉપયોગધારી, આનંદસ્વરૂપ પોતે સ્વયમેવ યત્નવિના જ છે, છે અને છે; પોતાનું કામ પોતાને નિહાળવા પૂરતું જ છે. આટલું જ કર્તવ્ય છે. છે તેને નિહાળવું છે– કાંઈ બનાવવાનું કે (નવું કરવાનું નથી. (૨૦૩૦) મારા દર્શનજ્ઞાનનો પ્રકાશ મારા પ્રદેશમાંથી ઊઠે છે.” – “અનુભવ પ્રકાશ” આમ અવલોકનથી જાણે; પરંતુ ઉપરોક્ત વચનને માત્ર વિકલ્પ–વિચારની મર્યાદામાં ન રાખે. આવા અવલોકનના પ્રયોગથી સ્વભાવની સત્તા જણાય છે. વારંવાર સ્વપદને અવલોકવાના ભાવ (પરથી વિમુખ થઈને) કર્તવ્ય છે. (૨૦૦૧) Wજેમ ઝેર ખાવાથી મરણ થાય છે. તેમ રુચિપૂર્વક પરને સેવવાથી સંસાર દુઃખ થાય, થાય ને થાય જ. (૨૦૩૨) V સ્વાનુભવમાં સર્વ (પૂર્ણ) જ્ઞાનના પ્રતીતિભાવને વેદવામાં આવતાં જ્ઞાન શુદ્ધ–નિર્મળ થાયઆમ જ્ઞાનની નિર્મળતાને ઉપરોક્ત પ્રતીતિભાવ કારણ છે. અહીં જ્ઞાને સર્વજ્ઞ શક્તિનો પોતારૂપ અનુભવ કર્યો, તેથી તે સર્વજ્ઞ શક્તિને પ્રગટ કરશે. (૨૦૦૩) સંવત-૨૦૪૧, પોષ સુદ – ૧૦ પોતાના પરમેશ્વર પદનું સમીપતાથી અવલોકન કરવા યોગ્ય છે. સમીપતાથી એટલે સ્વરૂપમાં જે સહજ પ્રત્યક્ષતા છે, તેથી મુખ્યતા થતાં, પરોક્ષપણાનો વિલય સધાય છે, અને આત્મવીર્યની

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572