Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 560
________________ અનુભવ સંજીવની ૫૦૫ ૮. ઉચ્ચ કોટિના સ્વભાવ સંબંધિત શુભ વિકલ્પ થવા છતાં, અનુભૂતિનો અભાવ હોવાથી અંદરમાં ખટક રહ્યા કરે. C લેશ્યા) ૯. પરિણતિમાં રાગ રસથી રંજીતપણું ઘટતાં, મુમુક્ષુને યોગ્ય જ્ઞાનની ભૂમિકામાં, સપુરુષોનાં વચનો—શાસ્ત્રાદિની સમજણમાં યથાર્થતા, રુચવાપણું.આદિ. BCG ૧૦. સ્વકાર્ય માટેની તાલાવેલી. C ૧૧. ઉદય–સંસારના કાર્યો બોજારૂપ લાગે, પ્રવૃત્તિમાં થાક ત્રાસ થાય, અરુચિ થવાથી ઉદયજનિત પરિણામ બળ ઘટવા લાગે. BC ૧૨. પ્રયોજનભૂત વિષયમાં રસ વધે. C ૧૩. તત્વજ્ઞાનના અભ્યાસની પ્રવૃત્તિ, અંતર સંશોધન પૂર્વક થાય. C ૧૪. એક આત્મા સિવાય, જગતમાં બીજી કોઈ અપેક્ષા નહિ તેવી દઢવૃત્તિવાળો. C ૧૫. યથાર્થ સમજણને શીધ્ર પ્રયોગાત્મક અભ્યાસમાં ઉતારનાર. C ફા. સુ. – ૯ ૧૬. ઉદયઅંગેની પ્રવૃત્તિમાં સમય દેવો પડે તે વ્યર્થ સમય ગુમાવવો પોસાતો નથી. તેવું વલણ પરિણતિમાં થઈ જાય. GC ૧૭. પૂર્ણતાનું લક્ષ હોવાને લીધે ચાલતા પરિણમનમાં-વિકાસમાં સંતોષાઈ જતો નથી. C ૧૮. ગુણનો મહિમા–મુખ્યતાના દૃષ્ટિકોણવાળો. GC ૧૯. સની ઊંડી જિજ્ઞાસા વશ ઉદય-પ્રસંગોમાં નીરસપણું થઈ જાય. GC ૨૦. ઊંડી રુચિપૂર્વક પ્રયોજનભૂત વિષયને સૂક્ષ્મ ઉપયોગથી પકડનાર. BG ૨૧. આત્મિક રુચિને પોષણ મળે તેવા પ્રકારે ઊંડું મંથન કરીને મૂળ વસ્તુ સ્વરૂપને સમજનાર. BG ૨૨. પારમાર્થિક રહસ્યથી ભરપૂર પુરુષોના વચનોનું ગહન ચિંતન કરીને મૂળ માર્ગને– અંતર્મુખ થવાની રીતને–શોધનાર. 6 ૨૩. સમગ્ર પ્રકારે ઊંડાણથી–જોર અને ઉલ્લાસથી પ્રયત્ન કરનાર પુરુષાર્થ વંત. C ૨૪. વિકલ્પમાત્રમાં અંદરથી દુઃખ લાગે ભેદજ્ઞાનનો પ્રયાસ કાળ હોવાથી આત્મસ્વરૂપના વિકલ્પમાં પણ આકુળતા ભાસે–લાગે. G (તેથી કરીને. ૨૫. સ્વભાવનો સૂક્ષ્મ વિકલ્પથી પણ ખસવાની તૈયારી (વલણ) વાળો. C ૨૬. ઉદયભાવો બોજારૂપ લાગે. (તેથી કરીને). C ૨૭. ઉદય પસંગોમાં ક્યાંય ગમતું ન હોય) ગમે નહિ. c ૨૮. સ્વકાર્ય–પછી કરીશું તેવું કદી ન થાય. (નાસ્તિ) C ૨૯. સત્પુરુષ (પ્રત્યક્ષ જ્ઞાની)ની આજ્ઞાનું આરાધન એક નિષ્ઠાથી કરવામાં તત્પરવૃત્તિવાળો. C

Loading...

Page Navigation
1 ... 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572