Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 558
________________ અનુભવ સંજીવની વધવામાં કારણ થાય છે. આવો સ્વસંવેદન રસ તે અનંતસુખનું મૂળ છે. - ૫૦૩ પોષ વદ – ૪ સ્વરૂપનિવાસ પરિણામ (ઉપયોગ) કરે છે. પરિણામ વસ્તુને વેદીને સ્વરૂપ લાભ લે છે. અર્થાત્ સ્વરૂપ અસ્તિત્વને નિજ જ્ઞાયકપણાને ગ્રહણ કરે છે. તેથી નિજ જ્ઞાયકતાને ઉપયોગ દ્વારા ગ્રહીને તેમાં આચરણ વિશ્રામ કર્તવ્ય છે. પરિણામ શુદ્ધ કરવામાં આટલું જ કામ છે. “उवओगमओ जीव" ईति वचनात् (૨૦૩૮) - (૨૦૩૯) જ્ઞાન બધાય ગુણોમાં મોટો ગુણ છે.- જ્ઞાન વિના વસ્તુ-સ્વરૂપનો નિશ્ચય ન થાય; માટે જ્ઞાન પ્રધાન છે. વસ્તુના પ્રસિદ્ધ લક્ષણના કારણે પણ જ્ઞાનની પ્રધાનતા ઘટે છે. તેમજ આ જ્ઞાન સ્વસંવેદનમાં રહીને જાણે છે. તેમાં સ્વ-પર પરસ્પર અપેક્ષિત છે અર્થાત્ વિવિક્ષાથી વસ્તુસિદ્ધિ છે અને જ્ઞાનથી સ્વરૂપાનુભવ છે. (૨૦૪૦) પોષ વદ ૧૧ - પ્રયોગાભ્યાસમાં નિજ અસ્તિત્વને જ્ઞાન દ્વારા ગ્રહણ કરવાનું છે, ત્યાં જ્ઞાનમાત્ર હું તેવો વિકલ્પ નહિ, પરંતુ જ્ઞાનની પ્રત્યક્ષતા-વેદકતા—થી સત્તાનો અનુભવ અવલોકનથી સિદ્ધ થાય છે. ત્યાં કાંઈપણ ‘કરવું' – એ વિકલ્પ બાધક થાય છે. અવલોકન એ પ્રયાસ–પ્રયોગરૂપ ભાવ છે. જે વિકલ્પથી નિરપેક્ષ છે. (૨૦૪૧) - પોષ વદ ૧૨ જે જીવ ધર્મધ્યાન− નિર્વિકલ્પ સમાધિ આવે છે, તેણે પ્રથમ ઇષ્ટ-અનિષ્ટ પણું મટાડવું આવશ્યક છે; જે સ્વપર પદાર્થને માત્ર જ્ઞાન-શેયના સ્થાનમાં રાખતાં સહજ પ્રાપ્ત થાય છે. ઇષ્ટ-અનિષ્ટપણું નહિ થતાં રાગ- દ્વેષ મટે છે. રાગદ્વેષ મટતાં – અન્ય વિકલ્પ (જાળ) મટે છે. વિકલ્પ-જાળરૂપ ચિંતા મટતાં, પ્રથમ ધર્મ ધ્યાન થાય છે. જેમાં નિજાનંદ ઉત્પન્ન હોય છે. વીતરાગી જ્ઞાન ભાવ થાય ત્યારે સ્વરૂપમાં સમાધિ ઉપજે- સ્વરૂપમાં મન લીન થાય ત્યારે ઈન્દ્રાદિ સંપદા રોગવત્ ભાસે, કારણ ઉદયમાન સંયોગોના અવલંબને રસ વધતાં પ્રત્યક્ષ નુકસાન છે. દુઃખનો અનુભવ થાય છે. (૨૦૪૨) - પોષ વદ ૧૩ આકુળતાનું મૂળ અનાદિ અજ્ઞાનરૂપ ભ્રમભાવ છે. અનાત્મા (દેહ અને રાગ)નો પોતારૂપે -

Loading...

Page Navigation
1 ... 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572