Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 552
________________ અનુભવ સંજીવની ૪૯૭ જીવને જ્ઞાનનો જ અનુભવ છે, એમ અંતરમાં સ્વીકારતાં ફક્ત જ્ઞાનની પર્યાય પણે માત્ર અનુભવમાં આવે છે, તેમ નથી કારણ કે એકલા જ્ઞાનમાં `સ્વભાવનો આશ્રય' થઈ જાય છે, માત્ર પર્યાયબુદ્ધિ ત્યાં હોતી નથી, તેમજ વિકલ્પથી આ દ્રવ્ય અને આ પર્યાય – તેવા ભેદ પાડવા, તેમ પણ ત્યાં- તે કાળે સહજ નથી. અનુભવજ્ઞાનમાં દ્રવ્યનું સ્વરૂપ અભેદપણે આવી ગયું છે. (૨૦૦૭) સંવત–૨૦૨૮ ભેદજ્ઞાન :- ભેદજ્ઞાન થવામાં પ્રથમ જ્ઞાનથી રાગની ભિન્નતાનો પ્રયોગ થાય છે, તેમાં જ્ઞાનથી જ્ઞાનનું એકત્વ થાય છે, જે પોતાનું સહજ સ્વરૂપ છે. તે સિવાઈ “એક સમયની શુદ્ધ પર્યાયથી પણ હું ત્રિકાળી ભિન્ન છું” તેવો વિકલ્પ ત્યાં હોતો નથી. (જો કે ત્રિકાળી આશ્રયભૂત સ્વરૂપનું જ્ઞાન હોય છે) આ સહજ વિધિ છે. તેમાં અન્યથા કૃત્રિમ ઉપાય કર્તવ્ય નથી, કૃત્રિમતાથી મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. (૨૦૦૮) પરલક્ષી ક્ષયોપશમ જ્ઞાન પ્રાયે બાધક છે, તેમાં થયેલા વિકાસમાં લાભબુદ્ધિ તે પરમાં સ્વપણાના અધ્યાસરૂપ ભ્રમ છે. તેથી ‘સ્વ-લક્ષે’ ઉપડેલો જીવ ‘યથાર્થતા’ માં આવે છે, જે સત્યના અંગભૂત છે. (૨૦૦૯) લૌકિક સમાજની નહિ, પણ ધાર્મિક સમાજની પ્રતિષ્ઠા મળે તો ઠીક- એવો આત્મા નથી,’ અરે ! જેને પોતાની વિકસતી અવસ્થા ઉપર પણ જ્યાં દૃષ્ટિ નથી (ઠીકપણું નથી), તેને બીજાની અપેક્ષા કેમ હોઈ શકે !! (૨૦૧૦) ભવ ઉદાસીપણું એ જ્ઞાનીનું એક લક્ષણ છે, આખો ભવ તે ઔદયીક ભાવોનો સમૂહ છે, તેથી વર્તમાન ભવના તમામ પ્રસંગો પ્રત્યે પોતે ઉદાસ છે નિરપેક્ષ છે તેથી વર્તમાન ઉદયમાં પણ સહજ ઉપેક્ષા છે. હર્ષ-શોકમાં તન્મય નથી, મનુષ્યગતિ અને મનુષ્યગતિને લાયક સર્વ કાંઈ દ્રવ્ય-ભાવો તે સર્વ (મારું સ્વરૂપ નથી) પર વસ્તુરૂપ છે. તેથી હેય છે, આમ પરની-ઉદયની ઉપાધિ રહિત હોવાથી સુખી છે. પોતાનું સુખ પોતામાં અનુભવરૂપ હોવાથી બહારનું ખેંચાણરૂપ આકુળતા નથી. (૨૦૧૧) પોતાના સ્વરૂપ અવલોકનમાં અખંડ રસધારા વર્ષે છે, તે શાંત ચૈતન્ય રસધારા અથવા અમતરસધારા છે. એકદેશ અવલોકન એવું છે તેનાં આંશિક આનંદ પાસે ઇન્દ્રાદિ સંપદા

Loading...

Page Navigation
1 ... 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572