Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 548
________________ ૪૯૩ અનુભવ સંજીવની થાય છે. આવું જ્ઞાન આત્મભાવના સંશોધનમાં લાગતાં પૂર્વ ભૂમિકાની તૈયારી થાય છે, તેમાં અધ્યાત્મના સમ્યક ન્યાયોમાં રુચી વૃદ્ધિગત થતી જાય છે, ત્યાં અનંત ન્યાયના અધિષ્ઠાતા સ્વદ્રવ્યનું ગ્રહણ સુલભ છે. વિપરીતતાના વેગમાં જે પોતાના કષાય રસને પણ સ્વરૂપ લક્ષે અવલોકવા જેટલી જાગૃત નથી તે બાહ્ય ક્ષયોપશમપૂર્વક શાસ્ત્રાદિનું ઘણું પઠન કરવા છતાં સ્થળ બુદ્ધિવાન છે, તેવા પ્રયત્નથી તે સૂક્ષ્મ એવા સ્વરૂપભાવને ગ્રહણ કરી શકતો નથી. ખરેખર તો તે આત્માર્થી નથી. સ્વરૂપના અંતર શોધનના પ્રયત્નમાં વિપરીત રસનું જાણવું થવું સહજ છે. (૧૯૮૯) વર્તમાન પરિણમનમાં, સ્વરૂપનાં અંતસંશોધન કાળે જ્ઞાનના પર્યાયમાં, જ્ઞાન સ્વભાવનું ગુણના ગુણનું અવલોકન થતાં, તેમાં અકષાય સ્વભાવનું અભેદનિરાકુળ સુખનું ભાન થાય છે, એટલે કે “હું નિરાકુળ જ્ઞાનાનંદ" સ્વરૂપ છું એવા પોતાના ત્રિકાળી સ્વરૂપનું અનંત સામર્થ્યનું ભાવભાસન થાય છે. આ પ્રયોગમાં પૂર્ણ નિર્દોષતાનો અભિલાષી જીવ અંતર્ પ્રયત્ન પૂર્વક (જાગૃતિ પૂર્વક પોતાના પરિપૂર્ણ ત્રિકાળ પવિત્ર સ્વરૂપને નિહાળતાં અનંત અતીન્દ્રિય સુખનો પત્તો મેળવે છે જેથી અતીન્દ્રિય સુખની અપેક્ષિત પર્યાયથી નિજાનંદનું અવલંબન સહેજે લેવાય છે. અતીન્દ્રિય સુખની અપેક્ષાની તીવ્રતામાં, સૂક્ષ્મ વિકલ્પ, જે અત્યંત મંદ કષાયયુક્ત હોય છે, તેની પણ સહજ ઉપેક્ષાવૃત્તિ થઈ જાય છે, ત્યાં સંયોગોની અપેક્ષા તો રહે જ ક્યાંથી ? અર્થાત્ બાહ્ય સંયોગો જે ઉદયમાં હોય છે, તે પ્રત્યે અત્યંત દુર્લક્ષ થઈ જાય છે, કેમકે અંતર્મુખના ધ્યેયની ઘણી લગની (૧૯૯૦) * આત્મા ઉપયોગ લક્ષણ વંત છે. * લક્ષણ લક્ષ્યથી અભેદ છે. લક્ષ્ય સ્વભાવ લક્ષ્યની મુખ્યતામાં આખી વસ્તુ ટકીને પરિણમતી જણાય છે. આત્મ સન્મુખતામાં આત્મસ્વરૂપ પ્રગટપણે દેખાય છે—જણાય છે. “આ હું પ્રત્યક્ષ આવો સિદ્ધ સમાન) છું” એમ જ્ઞાનમાં પ્રગટપણે જણાવું – તે આત્મવીર્યની ફુરણાનું અનન્ય કારણ છે. જેમ જેમ સુસ્પષ્ટપણે જ્ઞાન (ભાવમાસન) સ્વરૂપને ગ્રહે છે તેમ તેમ આત્માનાં ગુણો ખીલતાં જાય છે. અને આત્મ આશ્રયનું બળ વધતું જાય છે. જેટલું બળ વધું તેટલી નિર્દોષતા શુદ્ધિ) વધુ– આ નિયમ છે. અહી સ્વરૂપ અદ્ભુત, અનુપમ અને અવર્ણનીય છે. (૧૯૯૧) કેવળજ્ઞાનમાં વિસ્મયનો અભાવ છે, કેમકે સર્વજ્ઞ ભગવાન એક સમયમાં સર્વને ત્રણકાળ સહિત જાણે છે. તેથી આ સ્થિતિ (પર્યાય) આમ કેમ ? તેવો ભાવ ઉત્પન્ન થતો નથી– તેવી

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572