Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 513
________________ ૪૫૮ અનુભવ સંજીવની જિજ્ઞાસા : જે સમયે સ્વરૂપની ઓળખાણરૂપ બીજજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે પરિણામો કેવા હોય છે ? અને બીજજ્ઞાન પ્રાપ્ત થયું, તે ક્યા લક્ષણોથી સમજાય ? સમાધાન : પ્રત્યક્ષ જ્ઞાનીના યોગે દેવ, ગુરુ, શાસ્ત્ર અને સત્પુરુષનો નિશ્ચય થયો છે જેને, અને સ્વરૂપની અંતર ખોજ- તે રૂપે અપૂર્વ જિજ્ઞાસાથી કષાયરસ અત્યંત મંદ થયાં છે, તે જીવ જ્ઞાનીના નિર્મલ વચન અને ચેષ્ટા દ્વારા વેદનભૂત જ્ઞાન લક્ષણના આધારે, અંશે રાગનું અવલંબનનો અભાવ કરીને જ્ઞાન વેદનની પ્રત્યક્ષતાના અનુભવાંશે પૂર્ણ સ્વભાવનો નિર્ણય કરે છે. ત્યારે જ્ઞાનમાં સ્પષ્ટ પ્રતીતિ ઉપજે છે કેમકે આ નિર્ણય સવિકલ્પદશામાં થયો હોવા છતાં રાગમાં રાગથી થયો નથી, પરંતુ આત્માથી આત્માનો આત્મામાં થયો છે. સ્વરૂપ નિશ્ચયથી નિશ્ચયબળ-જ્ઞાનબળ પ્રગટે છે, તે ચૈતન્ય વીર્યની ફુરણા છે. પુરુષાર્થ, નિજ નિધાનને જોવાથી, સ્વરૂપ સન્મુખ થઈ ઉછળે છે. સ્વરૂપની અનન્ય રુચિ અને ફાટફાટ સ્વરૂપ મહિમા ઘૂંટાયા કરે. ઉપયોગ વારંવાર ઉદયમાંથી છટકીને સ્વરૂપને લક્ષ સ્વરૂપ સન્મુખ થયા કરે– આવી સમ્યક સન્મુખ દશા થાય, તેને “વહ કેવળકો બીજ જ્ઞાની કહે.” (૧૭૯૯) આત્મકલ્યાણની અવગાઢ ભાવના વિના તત્વજ્ઞાનનો અભ્યાસ શુષ્કજ્ઞાન, સ્વચ્છેદ અને અતિ પરીણામીપણું વગેરે દોષને ઉત્પન્ન કરે છે. તેવી સ્થિતિમાં જીવ પોતાના સ્વરૂપનો જ્ઞાયક સ્વભાવનો વિકલ્પ કરે છે, તો પણ તેમાં ટકી શકતો નથી. કોઈ જીવ હઠ વડે જ્ઞાયકના વિકલ્પો કરી, વિકલ્પ ચડી, ટેવાઈ જાય છે, તો બહુ ફસાઈ જાય છે, કેમકે તેને તે હઠથી પડેલી ટેવ, સહજ દશા લાગે છે. ત્યાં ભેદજ્ઞાનના પ્રયોગનો તથારૂપ પુરુષાર્થનો, અભાવ હોવાથી સ્વાનુભવની પ્રાપ્તિ થતી નથી. મૂળમાં પ્રયોજનની દૃષ્ટિનો અભાવ હોવાથી તે પણ અવગાઢ ભાવનાના અભાવે જીવ ભૂલમાં / મિથ્યાત્વમાં રહી જાય છે. (૧૮૦૦) ઉદયભાવોમાં વજન ન જવું જોઈએ. વજન જવાથી મુખ્યતા થઈ તેનો આગ્રહ થાય છે, તે તે ભાવોમાં રસ વૃદ્ધિ થઈ આખો આત્મા ત્યાં રોકાઈ જાય છે. જ્યાં છેવટ પ્રમત્ત - અપ્રમત્ત સમસ્ત પર્યાય ઉપરથી જ પોતાપણું ઉઠાવી એકમાત્ર સંપૂર્ણ વજન દેવા યોગ્ય એવા નિજ પરમપદનું જે વજન રહેવું જોઈએ, ત્યાં સામાન્ય ઉદયમાં વજન રહે તો સ્વભાવ ઉપર વજન દેવાનો અવકાશ રહેતો નથી. - આમ વજન દેવાની ભૂલથી પરિણામનો પ્રવાહ ઊંધી દિશામાં બદલાય જાય છે. સાચી વાતનો આગ્રહ –એ ભૂલ નથી એવા અભિપ્રાયથી બહુભાગ (પ્રાય આવી ભૂલ થવાનું મૂળમાં બને છે, સૂક્ષ્મ વિચારવાનો જીવ હોય તો તેને તે સમજાય છે, બીજાને સમજાતું નથી. માર્ગ અવરોધનો આ એક પ્રકાર છે. (૧૮૦૧)

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572