Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 530
________________ અનુભવ સંજીવની ૪૭૫ મળે છે. યથાર્થ પારમાર્થિક દૃષ્ટિકોણના અભાવમાં જીવને પર પ્રત્યેનો રસ જો ચાલુ રહે છે, તો પરમાં ઉદાસીનતા આવતી નથી અને પરનું એકત્વ મટતુ નથી. જો ‘નિજરસ'થી ભિન્નતા જાણે તો સહજ ઉદાસીનતાને પ્રાપ્ત થઈ, આત્મરસ વૃદ્ધિગત થઈ સ્વરૂપમાં એકત્વ થાય તેથી હિત સધાવાનો કે નહિ સધાવાનો આધાર જ્ઞાન ઉપરાંત રસ ઉપર આધારીત છે. તત્વના અભ્યાસી જીવને આ સમજવું પ્રયોજનભૂત છે. (૧૮૭૧) જ્ઞાનીને રાગરસ રહિત, ઉદાસીનપણે સંસાર પ્રવૃત્તિ હોય છે, પ્રવૃત્તિથી નિવૃત થઈ સર્વસંગ પરિત્યાગની ભાવના હોવાથી, સંસારી જીવોના સંગમાં વ્યવહાર નિભાવતાં, સંગવાસીઓને જ્ઞાનીનું નીરસ વર્તન ગમતું નથી. પ્રારબ્ધયોગ અને સંપૂર્ણ વીતરાગતાનો અભાવ, અન્ય જીવો પ્રત્યે અનુકંપા છતાં અંતર્મુખનો પુરુષાર્થ બધુ સાથે હોય છે. પ્રારબ્ધયોગે સાથે રહેનાર જ્ઞાનીને પોતા સમાન જાણી અનેક અપેક્ષાઓ રાખે છે. જે નહિ પોસાવાથી ક્લેશ ઉત્પન્ન થવાનાં અનેક પ્રસંગો બને છે, તેવા પ્રસંગમાં ઉદયથી ભિન્ન રહી આત્મિક પુરુષાર્થમાં વૃદ્ધિ કરવી, તે જ્ઞાનીની ગુપ્ત આચરણા છે. જે(જ્ઞાનીનું) અંતર ચારિત્ર્ય વંદનીય છે. અહો ! જ્ઞાનીનું પારમાર્થિક ગાંભીર્ય !! અહો ! અહો ! (૧૮૭૨) જ્ઞાન સર્વ અન્ય દ્રવ્ય—ભાવથી સર્વથા ભિન્ન છે, એવી જે ભિન્નતા છે, તે સ્વયંની પૂર્ણ અને બેહદ શુદ્ધતાને પ્રસિદ્ધ કરે છે. આ પ્રકારે પ્રથમ ન્યાય, આગમ અને યુક્તિથી સમજાય છે, પરંતુ તે સમજણ અનુભવથી સ્પર્શીને પરિપકવ થવી ઘટે છે. તેની વિધિ પારમાર્થિક છે. તે આ પ્રમાણે જ્ઞાનની ઉત્પત્તિ, જ્ઞેય નિરપેક્ષ, સ્વયમેવ થઈ રહી છે, તેને અંતરંગમાં જોતાં તે સમજાય છે. જ્ઞાન પોતાને પોતામાં જુએ તો સ્પષ્ટ અનુભવાય છે કે કોઈની પણ સહાય વિના જ્ઞાન થઈ રહ્યું છે. એવું જ્ઞાનનું સ્વતંત્ર પણે સદાય થવું એવો જે અનુભવ, તે સ્વયંની સંપૂર્ણ ભિન્નતા અને શુદ્ધતાના અનંત સામર્થ્યની પ્રતીતિ ઉપજાવે છે. આમ પ્રતીતિ સહિતનું જ્ઞાન તે જ યથાર્થ જ્ઞાન છે કે જે સુખનું કારણ છે અથવા પ્રયોજનનું સાધક છે. (૧૮૭૩) - - * પરિણામની ભૂમિકા જેટલી નબળી હોય છે, તેટલુ કાર્ય સધાવું અસુગમ વિટંબણારૂપ હોય છે. તે દૃષ્ટિકોણથી પરિણામોની ઉત્તરો ઉત્તર શ્રેણી વિચારવા યોગ્ય છે. જેમકે જે જીવને ઘણો સંસાર – રસ હોય અથવા વિપરીત બળવાન અભિનિવેશ (અભિપ્રાય) હોય, તેને ઘણો ક્ષયોપશમ હોવા છતાં, તત્વજ્ઞાન સમજવામાં ઘણો પરિશ્રમ અને સમય લાગે છે. પરંતુ જે જીવને ભલે ક્ષયોપશમ ઓછો હોય, પરંતુ સરળમતિ હોય તો તત્વ સમજવું સુગમ પડે છે. તેમાં પણ ઉલ્લાસિત વીર્યવાનને તત્વ પામવું સુગમ છે, જે હીનવીર્ય જીવ છે તેને કાર્ય અઘરું લાગે છે, અથવા આત્મરુચીએ સહેલું -

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572