Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 540
________________ ૪૮૫ સંવત-૨૦૧૬ જેવું સ્વરૂપ જ્ઞાનમાં ભાસ્યું છે. “તેવો જ હું છું” આવો સ્વરૂપનો અંતરંગઅંતર્મુખી— નિર્ણય થયા બાદ, તે તરફનું વલણ મહિમાને લઈને પરિણતિમાં ચાલુ ઘુંટાય - તે સ્વરૂપની લય લાગી છે ! તેમાં સમ્યક્ સન્મુખતા છે. તથા પ્રકારનો અંતર અભ્યાસ ચાલુ રહેતાં, તેમાં લયલીનપણું રહેતાં, તે નિર્વિકલ્પ થવાનું કારણ બને છે. આ નિર્ણયમાં સ્વરૂપનું મૂલ્યાંકન એટલે કે મહિમા – એવો છે કે જગત ઇષ્ટ નહિ આત્મથી” એવું આત્માનું ઇષ્ટ પણું ભાસ્યું છે કે જેની સામે સર્વ જગત (જગતનો કોઈ પણ વિષય પ્રત્યેનું વલણ) અનિષ્ટ છે દુઃખમય લાગે. સર્વ ઉદ્યમથી પોતાના ઈષ્ટની સહજ સાવધાની તે સત્ય પુરુષાર્થ છે. (૧૯૩૫) અનુભવ સંજીવની - સાધકને પરદ્રવ્ય પ્રત્યેની પ્રવૃત્તિ અને વિકલ્પ હોવા છતાં તેમાં અત્યંત નીરસપણું હોય છે, તેનું કારણ બાહ્ય સંયોગોથી ભિન્નપણું વેદનમાં છે, અને સ્વરૂપના ધ્યેયમાં પરિણતિ સ્વરૂપ રસે અભેદભાવે લાગેલી છે. (૧૯૩૬) સ્વરૂપની તીવ્ર રુચિ જાગે ત્યારે જ સ્વરૂપનો સહજ પુરુષાર્થ સફળ થાય. સ્વરૂપ સિવાઈ બીજા વિષયમાં જેને ચેન નથી, તેવી સહજ સ્થિતિમાં જ પુરુષાર્થની વૃદ્ધિ થઈ અપૂર્વ દશા પ્રગટે. જેને હજી કૃત્રિમ વિકલ્પ દ્વારા સ્વરૂપની ભાવના કરવી પડે છે તેના પરિણમનમાં પરસન્મુખતાનો વેગ ઘણો છે. રુચીની `ઘણી ઓછપ' છે. અહો ! સહજ સ્વરૂપના કૃત્રિમતા શી ! સહજમાં કૃત્રિમતા વિરૂદ્ધ ભાવે છે. સહજ સ્વભાવમાં પ્રવૃત્તિ તો સહજ ભાવે થવી ઘટે. ધન્ય છે તેવા વીરલ જીવોને !! (૧૯૩૭) * “વિચાર દશા વિના જ્ઞાન દશા હોય નહિ.’’ શ્રીમદ્ભુ. જે જીવ પોતાના સ્વરૂપ- ૨સ પ્રત્યે વિચારદશામાં પણ બેખ્યાલ છે, એટલે કે વિચારની ભૂમિકામાં પણ જેનું વીર્ય પર પ્રત્યેના ઉત્સાહમાં રસની તીવ્રતામાં– ક્ષોભ પામતું નથી- તે વીર્ય દિશા બદલીને સ્વરૂપમાં અભેદ કેમ થઈ શકે ? એટલે જ્ઞાન દશા ક્યાંથી હોય !! (૧૯૩૮) ભેદજ્ઞાન થવામાં, પ્રથમ સ્વરૂપની સાવધાનીરૂપ વલણ થવું . તે લક્ષણ છે, તે વડે જ ભેદ જ્ઞાન થાય છે. સ્વરૂપ અવલોકનની અંતર્મુખી વિચારણા એ પર તરફનો રસ તૂટવાનું મુખ્ય સાધન છે. સ્વરૂપલક્ષે અસ્તિ/સ્વભાવનો સમ્યક પ્રકારે શ્રદ્ધા જ્ઞાનમાં લેવો. (૧૯૩૯)

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572