Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 541
________________ ४८६ અનુભવ સંજીવની V પરિપૂર્ણ સામર્થ્યવાન વસ્તુ-આત્મા–વર્તમાન પર્યાયમાં અપ્રગટ હોવા છતાં, સ્વરૂપે પ્રગટ છે, (વર્તમાનમાં જ.) તેમ શ્રદ્ધા જ્ઞાનનું બળ વધતાં નિર્મળતા થાય છે. (૧૯૪૦). ટંકોન્કિર્ણ જ્ઞાયક સ્વભાવ ન ભૂંસાય તેવો, તેનાથી છૂટું ન પડી શકાય, તેવા સ્વભાવે હોવા છતાં, અજ્ઞાનમાં – પરની, એકત્વ બુદ્ધિમાં તેને સર્વથા ચુકી જવાનું બને છે, તે જ મૂળ મિથ્યાત્વ છે. – ખરેખર આ ચૈતન્ય દ્રવ્ય પોતે જગત્નું એક સ્વતંત્ર મહાન સત્ છે સિવાઈ કાંઈ નથી – તેમાં જામવું – અત્યંત તીવ્રતાથી– તેજ સર્વ ઉદ્યમથી સર્વદા સર્વથા કર્તવ્ય છે. (૧૯૪૧) – જ્ઞાની સ્વભાવમય હોવાથી આદરણીય છે. (૧૯૪૨) અંતર સ્વરૂપ અનાદિથી ગુપ્ત છે. અંતરશોધન દ્વારા તે શ્રદ્ધાના જ્ઞાનમાં લેવાય છે. સ્વરૂપની જ જેને તીવ્ર જિજ્ઞાસા છે, જે સર્વ પ્રયત્નથી તેને જ ખોળે છે તેને જરૂર તે મળે છે. સત્પુરુષોના વચનોની અંતર મેળવણી કરી સત્યનો–સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. તે પણ અપૂર્વ છે. (૧૯૪૩) V સ્વભાવ તરફના જોર વગરનું જાણપણું – યથાર્થ જાણપણું નહિ હોવાથી – તેનાં ફળમાં સમ્યક્ પ્રતીતિ ઉત્પન્ન થતી નથી (૧૯૪૪) - સ્વ-તત્વનો નિર્ણય, સ્વસમ્મુખ જ્ઞાન થયા વગર વાસ્તવિક રૂપે થઈ શકતો નથી. (૧૯૪૫) સ્વાનુભવના પ્રયત્નીએ વિકલ્પના અસ્તિત્વનું લક્ષ છોડી, સ્વભાવ તરફના લક્ષમાં ઉગ્રતા આણવી યોગ્ય છે. (૧૯૪૬) અંતર અભ્યાસ – આત્મા પોતે પોતાને ઓળખી અંતર્મુખ (વલણ કરે, એકાગ્ર થવાનો પ્રયત્ન થાય, તે અંતરનો અભ્યાસ છે. (૧૯૪૭) - અહો ! વીતરાગ પરમદેવ ! આપ અમારા હૃદયમાં બીરાજો છો. (૧૯૪૮) એ આત્મભાવના – આ આત્મા પ્રગટ પરમશુદ્ધ નિરાવરણ ચૈતન્ય સામાન્ય જ્ઞાનનો નિવડ પીંડ, સદા વિજ્ઞાનઘન સ્વભાવી છે, સર્વથી સર્વ પ્રકારે, સદાય અસંગ, નિરપેક્ષ, નિરાલંબ સ્વભાવી,

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572