Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 542
________________ ४८७ અનુભવ સંજીવની પરમાત્મપદ પરમ ઉપાદેય સ્વરૂપ છે. નિરંતર પરમાત્મ ભાવના કર્તવ્ય છે, અર્થાત્ આત્મત્વ દઢભાવથી એકાગ્ર ચિત્તે ઘોલન થવા યોગ્ય છે. આ જિનેશ્વરનો બોધ છે. “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” (૧૯૪૯) “અરે આત્મા ! અંતરમાં નજર કરીને જો તો ખરો ! કે તું કોણ છે ? તું સર્વથી ભિન્ન એક આત્મા છો. સિવાઈ કાંઈ નથી. તો પછી વિચાર કે આ રમત થી માંડી છે ? અને શા માટે માંડી છે ? ક્યાં સુધી આમ કર્યા કરવું છે ? શું હજી તને આ વ્યર્થ મિથ્યાભાવો નો થાક લાગતો નથી ? આ અગ્નિઝાળ (વિકલ્પોની પરંપરામાં શાંતિ અનુભવાય છે ? બળતરામાં શાંતિ કે ટાઢક વળે ખરી ? તારા નિજકાર્યની જવાબદારીને કેમ વિસરે છે ? અને ભાનભૂલી પ્રવર્તે છે ? બે જવાબદારની કિંમત કેટલી ? બેજવાબદારપણે વર્તતા તેનું ફળ પણ ભોગવવું જ પડશે. (૧૯૫૦) આ આત્મતત્વ એવું છે કે જેનું લક્ષ થતાં અન્ય કઈ રુચિ નહિ અહો ! સ્વભાવ તરફના (અત્યંત મંદ કષાય યુક્ત ઉચ્ચ શુભરૂ૫) વિકલ્પમાત્રથી પણ ખસી જવાની જેની તૈયારી રૂપ યોગ્યતા છે, તેને સંસારનાં સંયોગ - પ્રસંગ રુચે, તે અસંભવિત છે; જ્ઞાનીનું હૃદય (અંતર પરિણમન) અગમ્ય છે. આત્મા વેદાય તેને જ જ્ઞાનીની ઓળખાણ પડે છે. (૧૯૫૧) ઉચ્ચ પ્રકારના વ્યવહારીક પ્રવર્તનમાં રહેલા જીવે પણ તેવા વ્યવહારની મીઠાશ વેદવા યોગ્ય નથી–ઉદાસીનતા જ કર્તવ્ય છે. તેમ જ્ઞાનીનો બોધ છે, આત્મા અનુપમ, અનંત ગુણોનું ધામ છે. તે જ મહિમા કરવા યોગ્ય છે. એમ સ્વરૂપની સાવધાનીમાં, ક્ષણિક અપૂર્ણભાવરૂપ વ્યવહાર ગૌણ થતાં, તેની મીઠાશ થતી નથી.આ વ્યવહારી મીઠાશ તો આત્માના અમૃતમય જીવન સામેનું ઝેર (૧૯૫૨) સ્વરૂપના ધ્યાતાના લક્ષણો – યથાર્થ વસુજ્ઞાન વૈરાગ્ય સહિતપણું, ઈન્દ્રિયમન વશ, સ્થિર ચિત્ત, મુક્તિનો ઈચ્છુક, આળસ રહિત, ઉદ્યમી ધૈર્યવાન. (૧૯૫૩) Vદષ્ટિ સમ્યક થતાં, અભિપ્રાય એમ રહે કે, હું તો વીતરાગ સ્વરૂપ હોવાથી, પૂર્ણ વિતરાગ પણે જ રહું છું – આ સ્વરૂપથી વિરુદ્ધ જાતિના પ્રગટ ભાવો થવામાં, મારું કાંઈપણ નથી. અર્થાત્ હું આ વિજાતીય ભાવોને કરતો નથી, કરાવતો નથી, થાય તેમાં મારું અનુમોદન પણ નથી. (૧૯૫૪)

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572