Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 536
________________ અનુભવ સંજીવની ૪૮૧ અશાંતિ અને દુઃખનો જ અનુભવ કરાવે છે. પ્રતીતિ તેવું જ્ઞાન અને જ્ઞાન તેવું ચરણ (પ્રવૃતિ) એ પ્રતીતિને સમ્યફ થવાનો ઉપાય પણ જ્ઞાન આરાધનાનું સમ્યક પ્રકારે આરાધન છે. અવિનાશી પરમ નિઃશ્રેયસ પદના અભિલાષી જીવોને યોગ્ય છે કે – તેઓ સતત જ્ઞાન આરાધનાને રૂડા પ્રકારે આરાધે, કારણ જ્ઞાન એ જ જીવનો વાસ્તવિક મૂળ સ્વભાવ છે.-“આત્માનુશાસન" (૧૯૦૮). 'આત્માનો વાસ્તવ્ય વિશ્વાસ અને અનુભવ આત્માના પરિચયી થયે જ થાય છે.– “આત્માનુશાસન" (૧૯૦૯) સંવત-૨૦૧૩ V સત્સંગ અફળવાન થવાનાં કારણોમાં મિથ્યાઆગ્રહ સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયાદિની ઉપેક્ષા ન કરી હોય તો સત્સંગ ફળવાન થાય નહિ, અથવા સત્સંગમાં એક નિષ્ઠા અને અપૂર્વભક્તિ નો જેટલે અંશે અભાવ તેટલું સત્સંગનું અફળપણું થાય છે. (ભાવાર્થ ૧૩૬) – શ્રીમદ્જી. (૧૯૧૦) ? મન શંકાશીલ થાય ત્યારે દ્રવ્યાનુયોગ વિચારવો. મન પ્રમાદી થાય ત્યારે ચરણાનુયોગ વિચારવો. મન કષાયી થાય ત્યારે ધર્મકથાનુયોગ વિચારવો. મન જડ થાય ત્યારે કરણાનુયોગ વિચારવો. (૧૯૧૧) - જેને વસ્તુનું સ્વભાવ જ્ઞાન છે, તેને મહા સૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રિડા વિલાસને નિરીક્ષણ કરતાં, અંતઃકરણમાં કામથી વિશેષ વિશેષ વૈરાગ્ય છૂટે છે; ધન્ય છે તેને–નમસ્કાર છે તેને !! (૧૯૧૨) પરમાત્માને આત્માના પરમસ્વરૂપને ધાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે ધ્યાન સપુરુષોના ચરણકમળની વિનયોપાસના વિના થઈ શકતું નથી . એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. – શ્રીમદ્જી. ભાવાર્થ પરમાત્મપદરૂપી ધ્યેયની સફળતાના ઉપાય માટે તે પદનું અપૂર્વમહિમા પૂર્વક ધ્યાવન થવું તે છે, અને તે માટે સત્પરુષોનાં વચનો (ચરણકમળ)ને યથાર્થ પણે ગ્રહણ કરવાં એટલે હૃદયમાં ધારણ કરવાં તે વિનય અને ઉપાસના છે, તે સંબંધીનું આવું ક્રમબદ્ધ (પદ્ધતિસર–

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572