Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 535
________________ ४८० અનુભવ સંજીવની આરંભ અને પરિગ્રહ એ વૈરાગ્ય અને ઉપશમમાં કાળરૂપ છે. આરંભ-પરિગ્રહના કારણે વૈરાગ્ય ઉપશમ થઈ શકતા-હોઈ શકતા નથી. અને હોય તો ક્રમે કરીને નાશ પામે છે. વૈરાગ્ય અને ઉપશમ એ જ્ઞાનના બીજભૂત હોઈ, તેમાં સ્થિત થયેલો જીવ આગળ વધી શકે છે. સિદ્ધાંત જ્ઞાન તે જીવમાં પરિણમે છે. તેથી વૈરાગ્ય અને ઉપશમ જ્ઞાની પુરુષે ઠામ ઠામ ઉપદેશ્યા છે તે યથાર્થ છે. (આખા સંસારને નિર્મુલ્ય જાણી તે અંગેનો રસ, ઘટી જવો તે વેરાગ્ય ઉપશમ છે.) (૧૯૦૧) જ્ઞાની પુરુષની ઉદયમાં આવેલી ભોગપ્રવૃત્તિ પણ પૂર્વ-પશ્ચાત પશ્ચાતાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે. - શ્રીમજી. (૧૯૦૨) - જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું હોય, સ્થિરતા હોય, તેમ તેમ જ્ઞાનીના વચનોનો વિચાર યથાયોગ્ય . થઈ શકે છે. – શ્રીમદ્જી . (૧૯૦૩) જે સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક્દર્શનનું નિર્મલત્વ છે, – શ્રીમદ્જી. (૧૯૦૪). શુદ્ધ-આત્મસ્થિતિનાં – પારમાર્થિક શ્રત અને ઈન્દ્રિય જય – (વૃત્તિજય) – બે મુખ્ય અવલંબન છે, સુદઢપણે ઉપાસતાં તે સિદ્ધ થાય છે. નિરાશા વખતે મહાત્માપુરુષોનું અદ્ભુત આચરણ સંભારવું યોગ્ય છે. ઉલ્લાસિત વીર્યવાન, પરમતત્વ ઉપાસવાનો મુખ્ય અધિકારી છે. – શ્રીમજી (૧૯૦૫) પ્રમત્તભાવે આ જીવનું ભૂંડું કરવામાં ન્યૂનતા રાખી નથી. તથાપિ આ જીવને નિજહિતનો ઉપયોગ નથી, એજ અતિશય ખેદકારક છે. તે પ્રમત્તભાવને ઉલ્લાસિત વીર્યથી મોળો પાડી સુશીલ સહિત સુશ્રુતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પોષજો. – શ્રીમદ્જી. (૧૯૦૬) - આત્માના સહજસુખનો અનુભવ – સ્વસંવેદન – આસ્વાદ જ જીવની વિષયસુખની તૃષ્ણાના રોગને શાંત કરે છે. (૧૯૦૭) ચળપદાર્થોની પ્રતીતિ ઉપયોગને નિરંતર ચળરૂપ કરે છે. પણ એક રૂપ રહેવા દેતી નથી. અચળપદાર્થની સપ્રિતીતિ ઉપયોગને અચળ કરી વાસ્તવિક શાંતતાનો અનુભવ પમાડે છે. પ્રતીતિ અન્યથા હોવાથી જ્ઞાન (દશા) પણ નિરંતર ચિત્ર વિચિત્ર પ્રકારે ભમ્યા કરે છે. અર્થાત્ સ્વ ઉપયોગને

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572