________________
૪૭૦
અનુભવ સંજીવની કાળલબ્ધિની યથાર્થ સમજણ, જેને કાળલબ્ધિ પાકીને પરમાર્થ સાધવામાં વીર્ષોલ્લાસ વર્તતો હોય, તેવા જીવને હોય છે. તે પહેલાં તેની સમજથી પ્રાયઃ વિપરિણામ આવે છે. અર્થાત્ જીવનો પુરુષાર્થ ઉપડતો ન હોય તેવો જીવ કાળલબ્ધિનું અવલંબન લઈ, અટકી જાય છે. આમ કાળલબ્ધિનાં અયથાર્થજ્ઞાનથી નુકસાન થાય છે.
(૧૮૫૨)
- કુદરતની અકળ કળા અતિ ગંભીર છે, તેમ વિચારવા યોગ્ય છે. જેની અનેક ઘટના ઉદાહરણપણે જોવા મળે છે. જેવા કે અનેક મહાત્માઓ અન્યમતમાં જન્મ પામવા છતાં મૂળ માર્ગને છેવટ પામે છે, તો કોઈ મહાન સાધક જીવ; સાધનાને ગૌણ કરે તેના નિમિત્તે – તેમના બાહ્ય પરિણમનના નિમિત્તે– શાસનને—જગતને અનુપમ ઉપકાર થઈ જાય છે. તેનું ઉદાહરણ શ્રીમદ્ વિષ્ણુકુમાર મુનિરાજ પ્રસિદ્ધ છે. જેમના વિકલ્પના નિમિત્તે સાતસો ભાવ લિંગી મુનિઓનો ઉપસર્ગ દૂર થઈ ગયો છે. બીજુ ઉદાહરણ શ્રીમદ્ ભગવત કુંદકુંદાચાર્યદેવનું છે. તેમને ધ્યાનમાં નિર્વિકલ્પતા છૂટી વિકલ્પ (?) / ભાવના થઈ, સાક્ષાત્ તીર્થંકરદેવના દર્શન અને દિવ્યધ્વનિ–શ્રવણની'; ઉત્કૃષ્ટ પુણ્યભાવનું ફળ પણ સુરતમાં જ આવ્યું. મહાવિદેહની યાત્રા થઈ, દર્શન–શ્રવણ પ્રાપ્ત થયા અને મુમુક્ષુ જગતને સમયસાર આદિ ચોરાશી પાહુડ (ભેટ)ની પ્રાપ્તિ થઈ, જેના નિમિત્તે અનેક ધર્માત્માઓની ઉત્પત્તિની પરંપરા સર્જાણી. પરોપકારી પૂ. ગુરુદેવ શ્રી કાનજીસ્વામી અને ૫. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રદેવ બંન્ને યુગપુરુષો શ્રી સમયસારથી ઉપકૃત થયા છે. મહાત્માઓના વિકલ્પો હંમેશા જગતને કલ્યાણકારી થયા છે; એવા મહાન આત્માઓની સાધનાનું મહાત્મા ગાવાની શક્તિ વાણીમાં નથી. તેમની નિષ્કારણ કરુણાની સ્તુતિ પણ મોહને ગાળી નાખીને આત્મસ્વભાવને પ્રગટ કરે છે. અહો ! અહો !
(૧૮૫૩)
જ્ઞાની પુરુષની ઓળખાણ થયે, જીવને યથાર્થ પ્રકારે ઉદાસીનતા અવશ્ય વર્ધમાન થાય છે. તેનાં બે કારણો છે. એક તો જ્ઞાની પુરુષનું વિરક્તપણું, જેના પ્રત્યક્ષ દર્શનની અસરથી ઉદાસીનતા વધે છે, બીજું ગુણનો પ્રેમ. ગુણવંતા જ્ઞાની પ્રત્યેના પરમ પ્રેમથી ભીંજાયેલા જીવને બીજે ક્યાંય પ્રેમ - સંસાર પ્રેમ-આવતો નથી. તેથી ઉદય પ્રત્યે સહજ ઉપેક્ષા વર્તે છે. (૧૮૫૪)
/ સંજ્ઞી પંચેન્દ્રિય અવસ્થામાં જીવને સ્વાનુભવ કરી શકે તેવી શક્તિ પ્રગટ છે, પરંતુ તે શક્તિને, મોહવશ પરનો અનુભવ કરવામાં ખર્ચે છે, તેથી સ્વાનુભવ કરવાની અયોગ્યતા હોય છે. મોહથી જીવ પરમાં અને રાગમાં એકત્વબુદ્ધિપૂર્વક અતિ એકપણું કરે છે, તીવ્ર રસે કરી એકાકાર ભાવે મિથ્યા અનુભવ કરે છે, પ્રગાઢતા અતિ થઈ જવાથી ભેદજ્ઞાન કરવાની શક્તિ-યોગ્યતા બીડાઈ જાય છે. તથાપિ મુક્ત થવાની અંતરની ભાવના થાય તો ભેદજ્ઞાન કરવાની યોગ્યતા કેળવી શકે