________________
અનુભવ સંજીવની
૩૫૩
પ્રેમરૂપ ભક્તિ વર્ધમાન થઈ પરાભક્તિમાં પરિણમે છે, ત્યાં જ્ઞાનીપુરુષમાં એકચભાવ થાય છે, તેથી મુમુક્ષુજીવની ભૂમિકામાં દર્શનમોહ યથાર્થપણે અત્યંત મંદ થાય છે, અને નિજ પરમાત્મામાં એક્યભાવ થવાની યોગ્યતા પ્રાપ્ત થઈ, ઐક્ય સધાય છે. અનંત કાળે આ જ એક માર્ગ છે.
(૧૩૪૩)
માત્ર તર્કથી જ્ઞાન પ્રાપ્તિ નથી, પરંતુ જ્ઞાન માટે અનુભવની જરૂર છે.
✓
તત્ત્વ પામવા માટે વિશાળબુદ્ધિ જોઈએ, વિશાળબુદ્ધિ એટલે સત્ય અને સત્યના અંશને - જેમ છે તેમ - ગમે ત્યાંથી (કોઈપણ કહેનાર હોય) પૂર્વગ્રહ વિના, સંપ્રદાયબુદ્ધિ છોડીને, સ્વીકારવાવાળી બુદ્ધિ. માત્ર કુળપરંપરા અનુસાર સંપ્રદાયની વાતને જ સ્વીકારવી તે સંપ્રદાયબુદ્ધિ એટલે સંકુચિત બુદ્ધિ. (૧૩૪૫) .
(૧૩૪૪)
સત્પુરુષ (પ્રત્યક્ષ)ના ચરણકમલની ઉપાસનાના બળથી દર્શનમોહ યથાર્થતયા મંદ થાય છે, ત્યાં દ્રવ્યાનુયોગ (સિદ્ધાંત બોધ) પરિણમે છે. (૧૩૪૬)
/ જો સત્પુરુષના ચરણ સેવનથી દર્શનમોહ જેવી સૌથી બળવાન પ્રકૃતિની શક્તિ હિન થાય, તો પછી માન, માયા, લોભાદિ પ્રકૃતિ અલ્પ પ્રયાસે જાય તેમાં શું આશ્ચર્ય છે ? જો માનાદિ પ્રકૃતિમાં ફરક ન પડે, તો તે જીવે સત્પુરુષની સમીપતા' જ પ્રાપ્ત કરી નથી.
પ્રશ્ન :– ભાવભાસન, આત્મસ્વરૂપનું થયા પહેલા, ‘હું જ્ઞાયક છું’ એવા ભાવમાં યથાર્થ સમાધાન થાય ખરું ? યથાર્થ સમાધાન અને સંતુલન ક્યારથી રહે ?
ઉત્તર ઃસ્વરૂપનું ભાવભાસન થયા પહેલા તદાશ્રુતિ – સ્વરૂપ લક્ષે સમાધાન થતું નથી. પરંતુ જેને પૂર્ણતાનું લક્ષ થયું હોય તે જીવ આત્મકલ્યાણના લક્ષે સંતુલન જાળવી શકે છે. અને તે શાયકનો નિર્ણય કરવા પ્રયોગાત્મક પુરુષાર્થવંત રહે છે, ત્યાં પ્રયોગ પદ્ધતિમાં યથાર્થતા જેમ જેમ આવતી જાય, તેમ તેમ તેટલું યથાર્થ સમાધાન થવા યોગ્ય છે. માત્ર જ્ઞાયકના વિકલ્પાશ્રીત સમાધાન (મંદ કષાય થાય, લક્ષ વગર) થાય તે યથાર્થ નથી. તેને યથાર્થ સમાધાન ગણવું તે ભ્રાંતિ
છે.
(૧૩૪૮)
જિજ્ઞાસા :– અંતરમાં આત્મસ્વરૂપને જોવા પ્રયત્ન કરવા છતાં આત્મા દેખાતો નથી ? તો શું કરવું?
સમાધાન :- એ જાતનો પ્રયત્ન (જ્ઞાનથી સ્વયંના સ્વભાવને અવલોકવાનો પ્રયત્ન) હોય તો