________________
અનુભવ સંજીવની
૪૩૭ આત્મકલ્યાણના સર્વ સાધનોમાં સત્સંગ સર્વશ્રેષ્ઠ સાધન છે, તે નિ સંશય છે. તે સત્સંગની સાધનરૂપ પ્રતીતિ જીવને જેમ જેમ વિશેષરૂપે આવે છે, તેમ તેમ તેનું આરાધવુ વિશેષપણે થાય છે, જેનો ક્રમ નીચે પ્રમાણે સમજવા યોગ્ય છે. પ્રથમ ભૂમિકામાં પોતાની મૂંઝવણનું – મુંઝવતા પ્રશ્નોનું સમાધાન મળવાથી જે આકુળતા / તણાવ ઘટવાથી જે વિશ્વાસ ઉત્પન્ન થાય છે. તેના પ્રમાણમાં સત્સંગનો મહિમા આવે છે. ત્યારબાદ તે જીવ ભવ – પરિભ્રમણનાં દુઃખો સમજી વેદનાપૂર્વક આત્મકલ્યાણની ભાવનાથી નિર્મળતા પ્રાપ્તિના ક્રમમાં પ્રવેશ કરે છે ત્યારે તેને પોતાના અનુભવથી સત્સંગનું મૂલ્યાંકન સમજાય છે અને ત્યારથી સત્સંગની સર્વાધિક મુખ્યતાનો (Top priority) અભિપ્રાય ઘડાય છે. પછી જેમ જેમ પ્રાપ્ત ઉપદેશને અવધારણ કરવાનો પુરુષાર્થ વારંવાર કરવામાં, તે જીવ મુમુક્ષતામાં આગળ વધતો જાય છે, તેમાં અંદરમાં પુરુષાર્થ અને બહારમાં સત્સંગથી પ્રાપ્ત થતું બળ, સત્સંગના મૂલ્યને વૃદ્ધિગત કરે છે. ભાવભાસન તો પરમ સત્સંગ યોગ સિવાઈ અપ્રાપ્ય હોવાથી અને તે પહેલાં જ્ઞાની પુરુષની ઓળખાણ પણ પ્રત્યક્ષ યોગે જ થતી હોવાથી, બંન્ને સ્તરે સત્સંગનો મહિમા અત્યંત અત્યંત ઓઘસંજ્ઞાની નિવૃત્તિ થઈને આવે છે. તેથી જ તે જીવ જ્ઞાનદશા પ્રાપ્ત કરી સત્સંગ કરવાનો બોધ સંપૂર્ણદશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બોધે છે. કેમકે સ્વાનુભવથી તેમનો આત્મા તે સત્સંગનું સંગીત ગાય છે. જેમાં ખરો મહિમા હોય છે.
(૧૭૨૮)
Vઅનેક પ્રકારના વિપરીત ! મિથ્યા અભિપ્રાયથી જીવનું અજ્ઞાન ગાઢ થયેલું છે. જે બદલાઈને યથાર્થ થયા વિના જીવનું કલ્યાણ થાય નહિ. તેમજ તે પહેલાં કોઈ અન્ય ધર્મસાધન ત્યાગ આદિ) સફળ થાય નહિ. મુમુક્ષુની ભૂમિકા અભિપ્રાયની ભૂલ સુધારવાની છે. જે ભૂમિકા અનુસાર સુધાર થાય છે, તેનો વિચાર અત્રે કર્તવ્ય છે. પરિણમનમાં અભિપ્રાયની જ મુખ્યતા હોય છે. પ્રથમ પરિભ્રમણની વેદના આવ્યથી જીવનો સંસારને ઉપાસવાનો અભિપ્રાય મટી, પૂર્ણતાનું લક્ષ થયે, કોઈપણ ભોગે આત્મકલ્યાણ કરી લેવાનો અભિપ્રાય થાય છે, જે પુરુષાર્થ ઉત્પન્ન થવાનું કારણ છે. આ મૂળનો ફેરફાર છે. ત્યારબાદ અવલોકન થવાનો પરિણામોનો ક્રમ છે, તેમાં દોષના અવલોકન કાળે, દોષના અભિપ્રાય સુધી જ્ઞાન પહોંચે છે અને અનેક પ્રકારે વિપરીત અભિપ્રાયો - એકત્વબુદ્ધિ, આધારબુદ્ધિ, સુખબુદ્ધિ, કર્તા બુદ્ધિ, ભોક્તા બુદ્ધિ, - વગેરે જ્ઞાનમાં યથાર્થ પ્રકારે પકડાય છે અને તે બધાં ઢીલા પડે છે અને ભેદજ્ઞાનના પ્રયોગ કાળે ક્રમે સ્વરૂપનું ભાવભાસન ઉત્પન્ન થાય છે, ત્યારે આ મોળા પડેલા અભિપ્રાયો બદલાઈ જાય છે. માત્ર દેહાત્મબુદ્ધિ અને રાગનું એકત્વ વિતરાગ નિર્વિકલ્પ દશા થતાં મટે છે અને વિપરીત અભિનિવેષ રહિત સમ્યકજ્ઞાનનો સૂર્ય પ્રકાશે
(૧૭૨૯)