Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 497
________________ ૪૪૨ ૧. આજ્ઞાંકિતપણે વર્તવું ૨. એક નિષ્ઠાએ વર્તવું અનુભવ સંજીવની ૩. તન, મન, ધનની આસક્તિનો ત્યાગ થવો. ૪. અત્યંત ભક્તિ થવી. ૧. આજ્ઞાકારિતા એટલે ઉપદેશમાં જે જે વાત પોતાને લાગુ પડતી હોય, તેનું અમલીકરણ શીઘ્ર કરવાનો પ્રયાસ રહે, ઉત્સાહથી પ્રયાસ કરે. ૨. એક નિષ્ઠા એટલે પૂર્ણ વિશ્વાસથી, નિઃશંકતાપૂર્વક, માર્ગ અને માર્ગદાતા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાથી પ્રવર્તવું તે. એવી એક નિષ્ઠા હોય તો જ ઉપદેશ પરિણમે. ૩. તનની આસક્તિ-શરીરમાં સુખબુદ્ધિ અને દેહાત્મબુદ્ધિએ હોય છે. જે આત્મામાં આત્મબુદ્ધિ થવામાં પ્રતિકૂળ છે. (૨) મન અર્થાત્ ઈચ્છાઓ પરપદાર્થમાં સુખની કલ્પનાથી જે તે પદાર્થ પ્રત્યે આકર્ષણ થવું તે. અને (૩) ધનમાં આધારબુદ્ધિ અને સુખબુદ્ધિપૂર્વક પ્રાપ્ત સંપત્તિમાં પોતાપણું – અધિકારબુદ્ધિથી તેની રક્ષાની ચિંતા, ભોક્તાપણાના પરિણામો, અનુકૂળતાઓની કલ્પના વગેરે પરિણામો જ્ઞાન પ્રાપ્તિમાં બાધક છે. - ૪. પોતાના આત્મા ઉપર અનુપમ ઉપકાર થવાથી સત્પુરુષ પ્રત્યે બહુમાન, સર્વાધિકપણે સર્વાર્પણબુદ્ધિએ ઉત્પન્ન તીવ્ર ઝૂકાવ; કે જેને લીધે તન, મન, ધન – પ્રત્યેનું આકર્ષણ સહજ ઘટી જાય. અને દર્શનમોહનો અનુભાગ ઘટે અને સુગમતાએ જ્ઞાન પ્રાપ્તિ થાય. (૧૭૪૭) * સ્વરૂપ મહિમા આવવામાં, સૌ પ્રથમ સ્વરૂપ અંગેનું જાણવું થાય છે, ત્યાં બહુભાગ જીવો જાણકારી વધારવામાં લાગી જાય છે. પરંતુ તેથી આત્મ હિતરૂપ પ્રયોજન સધાતુ નથી. સ્વરૂપ સમજાયા બાદ માત્ર વિકલ્પ નહિ કરતાં, ભાવભાસનની દિશામાં આગળ વધવા અર્થે પરમ સત્સંગ યોગે, દૃઢ મુમુક્ષુતા પ્રાપ્ત થયે સત્પુરુષની ઓળખાણ થવાથી, તેમના વચનની પ્રતીતિ, આજ્ઞારુચિ અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ થાય છે, પછી અંતર અવલોકન દ્વારા સૂક્ષ્મ અને નિર્મળ જ્ઞાન, જ્ઞાનવેદનના આધારે, સ્વ સામર્થ્યના અસ્તિત્વને ગ્રહણ કરે છે ત્યારે યથાર્થ મહિમા આવે છે, જેના ફળ સ્વરૂપે સ્વાનુભૂતિ ઉત્પન્ન થાય છે. આમ સ્વરૂપ મહિમાને જ્ઞાનના ક્ષયોપશમ સાથે કારણરૂપ સંબંધ નથી . અલ્પ ક્ષયોપશમ વાળો જીવ પણ પ્રયોજનને પકડી યથાર્થ પ્રકારે પ્રવર્તે તો અસ્તિત્વ ગ્રહણ પૂર્વક, ભેદજ્ઞાન સહિત સ્વરૂપ મહિમામાં આવી શકે છે. - (૧૭૪૮) / જિનવાણી અચેતન હોવા છતાં, આત્મકલ્યાણમાં ઉપકારી હોવાથી તેનું પૂજન, વંદન, નમસ્કાર, યોગ્ય અને પ્રમાણ છે. સજ્જન પણ કરેલા ઉપકારને ભૂલતા નથી, તો મોક્ષમાર્ગી ઉપકારીનું મૂલ્ય વિશેષ પ્રકારે ગાય તે ન્યાયસંપન્ન જ છે. અનંત લાભના કારણ પ્રત્યે અનંત ભક્તિ આવે જ,

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572