Book Title: Anubhav Sanjivani
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 486
________________ અનુભવ સંજીવની ૪૩૧ સમાધાન : જે ઉકત પરિભ્રમણ અંગેની ચિંતના થઈને, જીવ પરિભ્રમણથી છૂટવાની, તેથી થતાં દુઃખોથી છૂટવાની વેદનામાં આવે અને છૂટવાના ઉપાય માટે ઝૂરે તો, મતિ નિર્મળ થાય અને વર્તમાન ભૂમિકાથી લઈને પૂર્ણ પદ પ્રગટ થાય તેવી ભાવના જાગૃત થઈ, આગળ વધવાનો યથાર્થ ક્રમ પ્રાપ્ત થાય. તે ઉપરાંત “અનંત પ્રકારના અસમાધાનથી ઉત્પન્ન થતી મૂંઝવણ મટે. આમ જે જે પ્રકારે જીવ મુંઝાય છે, બંધાય છે તેનાથી છૂટવાની સૂઝ આ ચિંતનાથી આવે છે. સંસાર પરિભ્રમણના અનંત પ્રકારનાં સર્વ ભાવોથી છૂટવાનો અભિપ્રાય આ વેદનાથી ઘડાય છે. જે મુક્ત થવા ઈચ્છનાર માટે અતિ મહત્વનો પ્રસંગ છે. કારણકે પૂર્વે સર્વ કાળમાં જીવે સંસારને ઉપાસવાનો અભિપ્રાય છોડ્યા વિના એટલે કે તે અભિપ્રાય રાખીને જ, ધર્મસાધન કર્યા છે અને તેથી સંસાર ફળવાન થયો છે. આ પ્રકારે ઉક્ત વચનમાં અનંત અર્થ સમાયેલો છે.—એમ આ ભૂમિકાના સ્તરે અનુભવથી સમજાય છે. (૧૭૧૩) Wજિજ્ઞાસા ? સુખ આત્મામાં છે એવો સપુરુષ અને શ્રી તીર્થંકરદેવનો ઉપદેશ પરમ સત્ય હોવા છતાં તેની અસર અમને થતી નથી. ઉપદેશ યથાર્થ જ છે એમ લાગે છે – એવું સમજાય છે, સંમત પણ ન્યાય-યુક્તિ આદિથી થાય છે, તોપણ અસર થતી નથી, તેનું શું કારણ ? તથારૂપ અસર કેમ ક્યારે થાય ? સમાધાન : જ્યાં સુધી આત્મિક સુખની અનુભવાશે સ્પષ્ટ પ્રતીતિ ન આવે ત્યાં સુધી માત્ર શ્રવણાદિથી અંતરસુખ પ્રત્યે પરિણામોનું ખેંચાણ . આકર્ષણ થતું નથી. તે પહેલાં, બીજી બાજુ બહારમાં–પરપદાર્થમાં સુખાભાસથી સુખનો નિશ્ચય અનાદિથી અતિ-દઢ થયેલો છે, ગાઢ થયેલો છે અને વર્તમાનમાં પણ જે અનેક ઈચ્છાઓ થાય છે ત્યારે જે આકુળતા ઉત્પન્ન હોય છે, તે ઈચ્છિત પદાર્થ મળવાથી મંદ થાય છે, ત્યારે તે મંદ થયેલી આકુળતારૂપ સુખાભાસમાં જીવ સુખનો અનુભવ કરે છે, કલ્પિતપણે સુખ માને છે. તેથી પૂર્વે થયેલો મિથ્યા નિશ્ચય વધુ ગાઢ થાય છે. આમ બંન્ને તરફ – અંતર બાહ્ય પરિસ્થિતિ હોવાથી “સુખ આત્મામાં – અંતરમાં છે, તેવી વાતની જીવને અસર થતી નથી. વળી અંતરનું સુખ શક્તિરૂપે છે, હાલ વ્યક્ત નથી, તેથી તેનો અનુભવ પ્રગટ નથી – આ કારણોથી સંસારમાં જીવોને બાહ્યસુખનું આકર્ષણ–મોહ છૂટવો અત્યંત દુર્લભ છે-કઠણ છે. પરંતુ જ્ઞાની પુરુષના સમાગમે જીવને જ્યારે સુખ-દુઃખનો વિષય સ્વલક્ષે સમજાય છે; ત્યારે ભૌતિક સુખની પ્રાપ્તિ છતાં, અતૃપ્તપણાનો અનુભવ જીવને સમજવામાં આવે છે અને જ્ઞાનીના વચનમાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે. પછી તે વચનોનું આરાધન કરતાં કરતાં જ્ઞાનથી જ્ઞાનને સ્વયં જોવાનો અભ્યાસ (Practice) અને પરમાં નીરસપણું થવાથી, જ્ઞાન જ સુખરૂપ ભાસે છે. ત્યારે અંતરસુખનું આકર્ષણ થાય છે. આવું નિજ સુખનું ભાસન, જ્યાં સુધી જગતના પદાર્થો પ્રત્યેની મીઠાશ

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572