________________
અનુભવ સંજીવની
૩૯૯
મુમુક્ષુ જેમ જેમ પોતાની ભૂમિકામાં આગળ વધતો જાય છે, તેમ તેમ દર્શનમોહ સંબંધિત સૂક્ષ્મ દોષ પણ સમકિતમાં બાધક થાય છે; જેમ પર્વતની ઊંચાઈ વધે અને રસ્તો સાંકડો થતો જાય તેમ. ઉદાહરણ તરીકે સમ્યક્ સન્મુખ મુમુક્ષુની ભૂમિકા ઉત્કૃષ્ટ છે, ત્યાં થોડું પણ સ્વરૂપની મહિમા અને પુરુષાર્થ પર્યાય પર વજન જાય, તેટલું સ્વરૂપ ઉપરનું વજન ઓછું થાય, તેથી સ્વરૂપનું અવલંબન લેવામાં વધુ સમય લાગે છે. કારણ ત્યાં વજન અપર્યાપ્ત દેવાય છે. (૧૫૭૦)
* નિર્વિકલ્પ સ્વરૂપના અવલંબનના પુરુષાર્થમાં, ચાલતા વિકલ્પનો નિષેધ વર્તે;–અન્યત્વ ભાસે. પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવની ભાવના, બહિર્મુખ વૃત્તિને નિષેધે છે, બાહ્ય વૃત્તિ પ્રત્યે ઉપેક્ષા
*
થાય છે.
* પરથી ભિન્નત્વની ભાવના, સ્વરૂપના અસંગપણાને દઢ કરી પરભાવના એકત્વને રોકે છે. સ્વરૂપ-શુદ્ધત્વને ભાવતાં પવિત્રતાનો આવિર્ભાવ થાય છે.
**
પરિપૂર્ણ સુખની પ્રતીતિ, (પર પ્રત્યે) પરમ વૈરાગ્ય અને ઉદાસીનતાને ઉત્પન્ન કરે છે. * પ્રત્યક્ષ સ્વરૂપ સંવેદન પુરુષાર્થને ઉછાળે.
* પરમ શાંત સુધામયી શાંતિ આકુળતાને દૂર કરે.
* અભેદ નિજ સ્વરૂપની વ્યાપકતા, એકાગ્રતારૂપ ધ્યાનને ઉત્પન્ન કરે.
*
(૧૫૭૧)
ગુણવાનનું દાસત્વ ગુણગ્રાહીપણાનું લક્ષણ છે. કારણકે તેમાં ગુણની અનુમોદના છે, તેને સામાન્ય રાગ ગણવો યોગ્ય નથી. આવું દાસત્વ દર્શનમોહને મંદ કરે છે. અંતરથી ગુણનો ૫રમ આદરભાવ પ્રગટે ત્યારે ખરો દાસત્વ ભાવ આવે છે. ધર્મના પરમ આદરમાંથી સાધર્મી વાત્સલ્ય ઉત્પન્ન થયું છે.
(૧૫૭૨)
// જિજ્ઞાસા : અધ્યાત્મમાં શુભભાવરૂપ વ્યવહારનો કડકપણે નિષેધ આવે છે, તેમાં શું હેતુ છે ? સામાન્ય યોગ્યતાવાન જીવને તેથી નુકસાન થવાનો સંભવ છે ? તેમજ શુભપરિણામમાં કેટલીક ગર્ભીત વિશુદ્ધિ છે, તે બાબત સાવ રહી જાય છે ? તો આમાં યથાર્થતા કેમ રહે ?
સમાધાન ઃ અધ્યાત્મનો ઉપદેશ તથારૂપ પાત્રતાવાન જીવને આપવામાં આવે છે, સર્વ સાધારણને નહિ. ઘણા આગળ વધેલા જીવને, સૂક્ષ્મ વ્યવહારનયનો પક્ષ રહી જવાથી સ્વરૂપ આશ્રય થતો નથી. તેવી અટકાયતમાંથી કાઢવાના હેતુથી વ્યવહારનો કડક નિષેધ કર્યો છે, તે તે સ્થાનમાં યોગ્ય જ છે. તેથી નીચેની યોગ્યતાવાળાએ, તેનો પ્રયોગ કરવા જતાં નુકસાન થવા સંભવ છે, તેથી જ ગુરુ-આજ્ઞાએ ચાલવાની શિક્ષા આપવામાં આવી છે. ગુરુ-આજ્ઞાએ ચાલનાર સંભવિત નુકસાનથી બચી જાય છે. એ જ તેનો વિવેક છે. જો કે કષાયરસ શુભમાં ઘટે, તે વિશુદ્ધિ છે, પરંતુ તેમાં