________________
અનુભવ સંજીવની
૩૬૫
વિશેષ અપેક્ષા છે.
(૧૪૦૨)
/ ગુણદોષના પ્રકરણમાં બુદ્ધિગમ્ય વિષય હોવાથી તેનો વિધિ-નિષેધક ઉપદેશ ઉપદેશક થઈ જીવો કરે છે, તેમાં વાફ પટુતા અને યુક્તિ - દ્રષ્ટાંત દ્વારા આમ સમાજ આકર્ષાય છે. પરંતુ ગુણને આવિર્ભાવ પામવાનું વિજ્ઞાન, માત્ર આત્મજ્ઞ જ્ઞાની પુરુષ સિવાઈ અન્યત્ર નહિ હોવાથી, તે ઉપદેશ સફળપણાને પામતો નથી. ત્યાં, વિધિની નવી ભૂલ બુદ્ધિપૂર્વકની ઉત્પન્ન થાય છે. તેથી ઉન્માર્ગની ઉત્પત્તિ થાય છે, જે સામાન્ય જનને સમજાતું નથી, તત્વજ્ઞ તે જાણે છે. (૧૪૦૩)
- “જ્ઞાનીના માર્ગને અનુસરવાનો જ જેનો નિશ્ચય છે, તે સહજ ઉન્માર્ગથી અને સ્વચ્છંદથી બચી જાય છે. તેને સન્માર્ગ સુગમતાથી પ્રાપ્ત થાય છે.
(૧૪૦૪)
સમ્યકદર્શન આદિ મોક્ષમાર્ગની અંતરથી ભાવના થઈ હોય – જરૂરત લાગી હોય તેને પરિભ્રમણ કે જે અનંતકાળથી થઈ રહ્યું છે, તેની ચિંતના થઈ આવે છે, તેવી ચિંતના વર્ધમાન થઈ વેદના ઝૂરણામાં પરિણમે છે, ત્યારે તે જીવન દર્શનમોહ ગળવાની શરૂઆત થઈ, યથાર્થ ઉન્નતિ ક્રમમાં પ્રવેશ થાય છે. તે સિવાઈ યથાર્થતાનો પ્રારંભ બીજા કોઈ પ્રકારે થતો નથી અથવા વર્તમાન અને ભાવિ સંયોગોની ચિંતાના ઘેરાવામાંથી યથાર્થ પ્રકારે જીવ બહાર આવી શકતો નથી, અને તે ઘેરાવામાં રહીને જે કાંઈ ધર્મ-સાધન કરાય છે તે નિષ્ફળ જાય છે, કારણ તેમાં ક્રમ વિપર્યાય છે અથવા તે કલ્પિત સાધન છે.
(૧૪૦૫)
- કોઈપણ જીવને જ્યાં પ્રેમ છે, ત્યાં તે પ્રેમમૂરત આત્માને એકાગ્રતા થાય છે. જેને સગુણનો પ્રેમ છે, તેને સદ્ગણી પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય તે સહજ-સ્વાભાવિક છે. આત્મા સ્વયં દિવ્યગુણોનો ભંડાર છે. જેને તેમ ભાસે છે, તેને નિજ સ્વરૂપનો પરમ પ્રેમ પ્રગટ થઈ, સહજ એકાગ્રતા સધાય છે. એકાગ્રતા માટે કૃત્રિમ પ્રયાસ યોગ-ધ્યાનાદિ કર્તવ્ય નથી. કારણકે પ્રેમ વિના વાસ્તવિક એકાગ્રતા થતી નથી.
(૧૪૦૬)
ફેબ્રુઆરી - ૧૯૯૫ એ સત્પુરુષના યોગે જીવ ભવભ્રમણની ચિંતનામાં આવી માર્ગ પ્રત્યેના યથાર્થ ક્રમને પામે છે, તો કોઈ જીવ ભવભ્રમણથી છૂટવા અર્થે માર્ગદષ્ટા સતુપુરુષને શોધે છે, બન્ને પ્રકારે આત્મોન્નતિ સંભવિત છે.
(૧૪૦૭)