________________
અનુભવ સંજીવની
૨૦૫
જીવે કોઈપણ તત્ત્વની પ્રરૂપણા કરનારને અનુસરતાં પહેલાં આ પ્રકારે વિચારી, પરીક્ષા કરી, અહીં સુધી ઊંડા ઉતરીને અનુસરણ કરવા યોગ્ય છે, નહિ તો વિપર્યાસની થવાની કે તેમાં દઢતા થવા સંભાવના રહે છે.
(૭૪૨)
શાસ્ત્રવાંચન, શ્રવણ, વિચાર આદિ બૌદ્ધિક પ્રક્રિયા, બુદ્ધિપૂર્વકના વિપર્યાસને ટાળવા સુધી ઉપયોગી છે. – તેમ પ્રથમથી જ લક્ષમાં રહેવું જોઈએ; નહિ તો વિચારાદિની આદતમાં ફસાઈ જવાનું થશે. પ્રથમથી જ સમજણની વાતને અંતરમાં ઉતારવાનું લક્ષ હોય તો, વિચારાદિ ઉપર લક્ષ ન રહે, અથવા વજન ન રહે. અને પ્રયાસ અથવા પ્રયોગની દિશામાં આગળ વધવાનું થાય. જ્યારે અંતર્ અવલોકન વડે પ્રયોગ ચાલુ થાય છે, ત્યારે જ ભાવભાસન, સમજણ થઈ હતી તેનું આવતું જાય છે. અને જેમ જેમ ભાવભાસન વધતું જાય છે, તેમ તેમ દર્શનમોહ શિથિલ થતો જાય છે, જે પ્રક્રિયા દર્શનમોહના અભાવ સુધી ચાલવી જોઈએ.
તાત્પર્ય એ છે કે મુમુક્ષુજીવે વિચાર ભૂમિકાનું મૂલ્ય ઉક્ત પ્રકારે મૂલવવું ઘટે, તેથી વધુ
(૭૪૩)
નહિ.
અંતર્ અવલોકનના અભ્યાસ વડે જ્ઞાન-વેદન પર્યંત પહોંચતા વ્યાપ્ય-વ્યાપકભાવે સ્વ-દ્રવ્યનું લક્ષ સહજ થવા યોગ્ય છે. સ્વરૂપ લક્ષ થતાં જ ઉત્પન્ન ચૈતન્ય-વીર્યની સ્ફુરણા દ્વારા જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થવાથી, સ્વ સંવેદન પ્રગટે છે, ત્યાં જ્ઞાન અર્થાત્ આત્મા પ્રગટપણે અનુભવમાં આવે
છે.
આમ અંતર્ અવલોકનથી જ્ઞાન સામાન્ય દ્વારા ધ્રુવ તત્ત્વ ઉપર અવલંબન આવે છે. સમયસારજી ગાથા-૧૫નો આ સંક્ષેપ છે.
-
આવા જ સંદર્ભમાં કૃપાળુદેવનું વચનામૃત ઉલ્લેખનીય છે.
“આત્મા છે, આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે.” (પત્રાંક– ૭૧૦) [ભાદ. સુ.૧૫–૧૯૫૨. વ. ૨૯]
(૭૪૪)
તીર્થંકર અથવા તીર્થંકર જેવા (ભાવિ તીર્થંકર) સમર્થ પુરુષ મૂળ માર્ગ પ્રવર્તાવે છે, ત્યારે માર્ગનો ઉદ્યોત વિશેષપણે થાય છે. પરંતુ આ હુંડાવસર્પીણી પંચમકાળમાં પાછળથી તરત જ માર્ગનો લોપ થવાની પરિસ્થિતિ સર્જાય છે, અનુયાયી વર્ગ જુથબંધી અને મતમતાંતરમાં ઘણી જ નજીવી બાબતમાં બળવાન આગ્રહ રાખી, દર્શનમોહનીય વર્ધમાન થાય.તેવી પ્રવૃત્તિમાં આવી જાય છે. તેમાં મુખ્યપણે જ્ઞાનીને અને સિદ્ધાંતને અનુશાસીત નહિ રહેતાં – સ્વચ્છંદે વર્તે છે. તેથી તેવી સ્થિતિમાં સમાધાન કરવું બહુ વિકટ છે. લોકોની મતિ વિશેષ આવરણ પામ્યા વિના, અલ્પ બાબતો / કારણોમાં