________________
પારગામી છે.
અનુભવ સંજીવની
૨૧૭
(૭૭૮)
//જે મુમુક્ષુજીવને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે, છતાં સ્વાનુભવ નહિ થવાથી, આયુ વ્યતીત થતું જતું હોવાથી, વ્યાકુળતા થાય (છે), તેણે નીચેના બે પાસા તપાસવા આવશ્યક છે.
૧ : વર્તમાન ઉદયમાં રસ/સુખ વેદાય છે, તેવા અહિતરૂપ ભાવોમાં પરિણમવું થાય છે, તે સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાને પ્રતિકૂળ હોવા છતાં, ત્યાં જાગૃતિનો અભાવ કેમ ? ત્યાં તો સહજ દુઃખ લાગતાં, નીરસતા / ઉદાસીનતા થવી ઘટે.
૨ ઃ પોતામાં જ્ઞાન, સુખાદિ અચિંત્ય શક્તિનું નિધાન છે, તેમ જાણવામાં હોવા છતાં, અંતરમાં તેની હયાતીનો સ્વીકાર કાં નથી ? અને તેથી અન્ય સુખની વાંચ્છા રહે છે ? આ બંન્ને સ્થળે ઊંડા ઉતરવું જરૂરી છે. તે ઉપરાંત અનુભવ - ચિંતામણી અર્થે ભેદજ્ઞાનના પ્રયોગના પુરુષાર્થપૂર્વક શુભાશુભ પ્રસંગમાં સાવધાની ત્યાગી, ‘જ્ઞાનમાત્ર'માં સાવધાનીનો પુરુષાર્થ કર્તવ્ય છે. (૭૭૯)
ઉદયમાન ગતિ અને ઇન્દ્રિયના વિષયભોગને અનુસરતા પરિણામ અંશમાં આકુળતા - લક્ષણ દુઃખનો અનુભવ, સમ્યક્દષ્ટિ જીવને થાય છે, તેથી તેનાથી છૂટવાનાં ભાવ સહજ રહે છે. તોપણ સંયોગ છૂટતો નથી, પરવશ થઈને ઉદય ભોગવવો પડે છે. પણ જેનાથી છૂટવાનો ઘણો પ્રયાસ હોય, તેનાથી સહજ વિરક્તપણું થાય. તેથી પરિણામ તેમાં રંજાયમાન થતા નથી. તેથી ભાવ પ્રતિબદ્ધતા થતી નથી. તેથી કર્મબંધ નથી-નિર્જરા છે. વળી તે જ વખતે વર્તતા જ્ઞાનમાં ભિન્નપણું - જ્ઞાનવેદનપૂર્વક અનુભવાય છે. આ અભિન્ન જ્ઞાન વેદનમાં, જે વેદે છે તે જ અભેદરૂપે વેદાય છે, સ્વપણાને લીધે, વિજ્ઞાનઘન ભાવમાં, વીતરાગતા, નિરાકુળતા લક્ષણ સુખાદિ અનુભવાતા હોય છે. આ પ્રકારે ઉદય વેદવાનું જ્ઞાનદશામાં બને છે. (યથા જેલનો કેદી સજા ભોગવતી વખતે કામ કરતો જોવામાં આવે છે તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ હોય છે.)
(૭૮૦)
-
Imp
*
૮-૪ વિષયમાં હિતબુદ્ધિ થાય, તે વિષયમાં જીવને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. અને જે વિષયમાં શ્રદ્ધા ઉક્ત પ્રકારે સહજ ઉત્પન્ન થઈ જાય છે, તે વિષયમાં પરિણામ લીન થઈ જાય છે; પરંતુ જે વિષયમાં હિત / સુખનો નિર્ણય ન હોય, ત્યાંથી રુચિ ખસી જાય છે, અને જ્યાં રુચિ ન હોય, તે વિષયમાં રસ નહિ આવવાથી, લીનતા થઈ શકતી નથી. આમ જ્ઞાન પૂર્વક શ્રદ્ધા અને જ્ઞાનશ્રદ્ધાનપૂર્વક ચારિત્ર ઉત્પન્ન થવાનું વિજ્ઞાન છે. તાત્પર્ય એ છે કે આત્મામાં સુખ છે, તેવો નિર્ણય થવો ઘટે છે, તો જ આત્મરુચિ સહજ થાય, અને પરમાં સુખ છે, તે અનાદિ નિર્ણય વર્તે છે, તે ટળે તો જ પરરુચિ મટે. પ્રયોજનના દૃષ્ટિકોણથી જોતાં, સુખ તે જ આત્મા છે' તેથી સુખનો નિર્ણય ત્યાં સ્વ-આત્માનો નિર્ણય, અને ત્યાં રુચિ અને લીનતા અનુક્રમે થાય છે. તેથી