________________
૩૦૯
અનુભવ સંજીવની અસ્વીકાર થાય, જે સ્વરૂપ શ્રદ્ધાનને પ્રતિબંધક એવો મહાદોષ છે.
(૧૧૨૦)
V સન્માર્ગને ઈચ્છતા અને ગવેષતા એવા આત્માર્થી જને, અનાદિ સ્વચ્છેદથી રહિત થવા અર્થે પરમવીતરાગ સ્વરૂપ જિનેશ્વરદેવ, સ્વરૂપસ્થિત નિસ્પૃહી નિગ્રંથગુરુ, પરમદયામૂળ વાત્સલ્યયુક્ત ધર્મવ્યવહાર અને પરમશાંત અમૃતરસ – રહસ્ય વચન સ્વરૂપ સન્શાસ્ત્રની પરમભક્તિપૂર્વક ઉપાસના સાધકપણાના અંત સુધી કર્તવ્ય છે. આત્મકલ્યાણની ભાવનાવાન જીવને આ પ્રકાર સહજ હોવા યોગ્ય છે. આ પ્રકારે સ્વચ્છેદ ગળવાથી જીવ, દેહાદિ અને રાગાદિથી ભિન્ન, પરમ શુદ્ધ પ્રત્યક્ષ ચૈતન્યમય આત્માનું ભેદજ્ઞાન કરવા સક્ષમ થાય છે. અને વિભાવથી સહજ ઉપશમ થઈ, નિજ સ્વરૂપમાં સ્થિર થાય છે.
(૧૧૨૧)
આત્મકલ્યાણનો અપૂર્વ વિચાર – નિર્ધાર પ્રાયઃ પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષના ચરણ સેવન વિના બીજા પ્રકારે સંભવતો નથી. એવા અપૂર્વ વિચાર વિના અપૂર્વ એવું આત્મજ્ઞાન ઉત્પન્ન થવું સંભવતુ નથી. અપૂર્વ એવા આત્મજ્ઞાન વિના જીવ કાંઈ પણ સાધન કરે તે કલ્પિત છે. એવા કલ્પિત સાધનથી આત્મા છૂટવાને બદલે ઉલ્ટાનો બંધાય છે. તેથી તે કલ્પિત સર્વ સાધનને માઠાં સાધન જાણવા કારણકે તેથી “સાધું છું—એવું દુષ્ટ અભિમાન થાય છે, જે સંસારનો મુખ્ય હેતુ છે. જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાએ કર્યા નથી. જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તતા જીવને સંસાર પરિભ્રમણ હોય નહિ કેમકે જ્ઞાની પુરુષની આજ્ઞા જીવને ભવમાં જતાં રોકનારી છે, અને એકાંતે આત્માર્થ પ્રેરક છે. આથી એવો સિદ્ધાંત ગ્રાહ્ય થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદ પ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ અને સૌથી સુગમ અને સરળ ઉપાય છે. જીવે લોકિકભાવ છોડી દઈ, પોતાની કલ્પનાએ – છંદે ચાલવાનું તજી દઈ, એક આત્મકલ્યાણના લક્ષે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાનો નિર્ધાર કર્તવ્ય છે.
(૧૧૨૨)
કારણશુદ્ધ પર્યાય એટલે “અવલંબનને યોગ્ય એવું નિજ સ્વરૂપનું વર્તમાન અવસ્થિતપણું કે જે તે જ સમયમાં પર્યાયશુદ્ધિનું કારણ બને છે. સર્વ વર્તમાનમાં જ્યાં સહજ સ્વરૂપ શુદ્ધ કાર્યના કારણરૂપે મોજૂદ જ છે ત્યાં અન્ય પ્રવૃત્તિના વિકલ્પને અવકાશ નથી. – આ પ્રકારે કારણપરમાત્મપણું સ્વયંસ્વરૂપે દર્શાવીને સંતોએ અનંત ઉપકાર કર્યો છે.
(૧૧૨૩)
Vદેવ-દર્શન – અનંત અચિંત્ય પ્રગટ અવ્યાબાધ સૌખ્ય–પરમાનંદની મૂર્તિ, અનંત વીતરાગતા અને નિરવષેશ અંતર્મુખભાવે ચૈતન્યના પૂર્ણ પ્રત્યક્ષ તેજના પંજરૂપે, અનંત સ્વસંવેદનમય પરિપૂર્ણ પવિત્રતા – આદિ દિવ્યગુણોથી અલંકૃત – દેદિપ્યમાન પ્રભુ દર્શન, તથારૂપ આત્મભાવોને