________________
૩૪૩
અનુભવ સંજીવની
છે. જેથી આત્મોન્નતિના ક્રમમાં તે યથાર્થતાનો સ્વીકાર થવા યોગ્ય છે. વ્યવહારના સ્થાને વ્યવહાર સંમત થવો ઘટે છે.
(૧૨૮૧)
// જ્ઞાનમાં પરનું જાણવું થાય તે દોષ ઉપજવાનું કારણ નથી. પરંતુ જાણવાની રીત સાથે દોષ કે નિર્દોષતાનો આધાર છે. પરને પરપણે જાણવાથી ભેદજ્ઞાન થઈ વીતરાગતાની ઉત્પત્તિ થાય છે. અને પરને સ્વપણે જાણવાથી મિથ્યાત્વ સહિતના રાગની ઉત્પત્તિ થાય છે. રીતના અજાણપણાને લીધે, પરનું જાણવું દોષ-ઉત્પાદક સમજાય છે, તે તત્ત્વની ભૂલ છે. (૧૨૮૨)
*
- આત્માર્થીને અને જ્ઞાનીને સત્સંગમાં આત્મભાવને પોષણ મળે છે અને તે ભૂમિકામાં તે મોક્ષનું પરમ ઔષધરૂપ અમૃત છે. યોગ્ય ઔષધ છે. તેના જેવું બીજું ઔષધ નથી. અનુભવી પુરુષોના અનુભવનો આ પોકાર છે, નિચોડ છે.
(૧૨૮૩)
-
:
૫ આત્માનું સામર્થ્ય જીવંત – બેહદ જીવંત છે. તેથી તેનો અનુભવ તેને અવલંબીને પ્રત્યક્ષ થાય છે—શ્રીગુરુ ફરમાવે છે કે ઃ દેખો રે ! પોતાના જીવંત સ્વામીને દેખો ! દેખતાં જ સર્વસ્વ મળી જશે. કૃતકૃત્યતા અનુભવાશે, ખરા આત્માર્થીને માર્ગ સુગમ થવામાં સ્વભાવ સામર્થ્યરૂપ ઉપાદાન કારણ છે.
(૧૨૮૪)
વિભાવરસ અને પરમાં સુખબુદ્ધિને લીધે જીવની પરપ્રવેશ ભાવરૂપ પરિણતિ થઈ ગઈ છે. તેથી જીવની ભેદસંવેદન શક્તિ બીડાઈ ગઈ છે. તેથી ભિન્ન જ્ઞાનનું વેદન પ્રગટપણે અનુભવમાં આવતું નથી. ભેદજ્ઞાનના પ્રયોગાભ્યાસ દ્વારા તે ભેદસંવેદન શક્તિ ઉઘડે છે.
ભેદજ્ઞાનનો પ્રયોગ જ્ઞાતાધારા વડે સ્વભાવને વિભાવથી જુદો ગ્રહણ કરવો તે છે. પરથી અને રાગથી ઉપેક્ષિત થઈને (અપેક્ષા છોડીને) ભેદજ્ઞાન કર્તવ્ય છે.
(૧૨૮૫)
—
ફેબ્રુઆરી - ૧૯૯૪
જ્યાં સુધી મોહાસક્તિના પરિણામોમાં મૂંઝાઈને તેનો નિષેધ ન આવે, ત્યાં સુધી જીવને તેવા પરિણામોમાં સુખબુદ્ધિ અને રસ છે, તેવી સ્થિતિમાં જીવ તેથી મુક્ત થવાનો પ્રયાસ કરી શકતો નથી. પ્રયાસ વિના માત્ર બંધ-મોક્ષના વિચારથી મુમુક્ષુતા આવતી નથી. – તેવા વિચાર આદિ કેવળ ઉદયભાવ હોય છે, તે અનુદયનું કારણ કેમ થાય ? વિચાર - સ્વાધ્યાય – ભાવના તીવ્ર હોય તો પ્રયાસ / પ્રયોગ ચાલુ થાય.
સ્વાધ્યાય
આદિમાં (૧૨૮૬)
-