________________
૩૩૬
અનુભવ સંજીવની વાત શું? જો ઉપરોક્ત પ્રકારે ઉપાડ આવે છે, તો તેવા વીર્યથી સત્સંગની સર્વાર્પણબુદ્ધિએ ઉપાસના થાય છે, અને જીવ જ્ઞાનીના માર્ગે ચડે છે.
(૧૨૪૨)
શ્રદ્ધા સ્વભાવે જ્ઞાનનું પરિણમન તે સમ્યફદર્શન છે. અહીં સાસાર.ગા.૧૫૫) જ્ઞાન તે આત્મા એવો અર્થ છે, પરંતુ શબ્દ પ્રયોગ “જ્ઞાન' કરવામાં શું વિશેષતા છે ? કે જ્ઞાનમાં સ્વપણે પરિણમન થતાં સ્વરૂપ-પ્રતીતિ થાય છે. રાગમાં સ્વપણું રહે ત્યાં સુધી નવ તત્ત્વની શ્રદ્ધા, એ માત્ર વિકલ્પ છે, સમ્યકદર્શન નથી. મુમુક્ષુને જ્ઞાન જ સાધન છે. - તેથી જ્ઞાન આત્મા છે. અંતર્મુખ થવાની વિધિ સૂચક આ વિધાન અતિ ગંભીર રહસ્ય ગર્ભીત છે. (અનુ. ૧૨૪૯) (૧૨૪૩)
/ જ્યાં મારું સ્વરૂપ પૂર્ણ – બેહદ અને અવ્યાબાધ, અચિંત્ય પરંતુ અનુભવગોચર સુખ સ્વરૂપ છે, ત્યાં ચિંતા શી ? વિકલ્પ શો ? જેના ઘરે આવું સુખનિધાન હોય તે દુઃખી કેમ હોય ? તે સુખ–સ્વરૂપને બાધા કોણ પહોંચાડી શકે ?
(૧૨૪૪)
V “જ્ઞાન પરને જાણતું નથી. તેમાં પરલક્ષપૂર્વક પરને જાણવાનો નિષેધ છે. જ્ઞાન પર સન્મુખ થાય કે પરસત્તાનું અવલંબન ઘે, તે જ્ઞાનગુણ નથી. પરંતુ જ્ઞાન જ્ઞાનાનુભવમાં રહે તેવો જ્ઞાનગુણ છે, અને તે જ આત્મશુદ્ધિનું કારણ છે. તેમજ જ્ઞાનને, જાણવા માટે પરની અપેક્ષા નથી - તેવું સામર્થ્ય દર્શાવવાનો પણ તેમાં અભિપ્રાય છે.
(૧૨૪૫)
9 ઉપયોગ શુદ્ધ થવા અર્થે આ જગતના સંકલ્પ-વિકલ્પ વિસ્મૃત થવા ઘટે, કારણ કે આ આત્માને અને આ વિચિત્ર જગતને કાંઈ લાગતું વળગતું કે લેવા દેવા નથી. રાગદ્વેષ રહિત થવાનો ઉપયોગ તે જ અંતર – સાધના છે. વિશેષ સાધના સપુરુષના ચરણ કમળ છે. (કુ. દેવ) (૧૨૪૬)
૦ પ્રશ્ન : મોક્ષમાર્ગ કોણ ઉપદેશી શકે ?
સમાધાન : રાગ, દ્વેષ અને મોહ જેનામાં નથી, તે પુરુષ સર્વજ્ઞ વીતરાગ તે ત્રણ દોષથી રહિત થવાનો માર્ગ ઉપદેશી શકે, તેમજ તે જ પદ્ધતિએ પ્રવર્તનારા પુરુષો તે માર્ગે પ્રવર્તતાં પ્રવર્તતાં તે માર્ગને ઉપદેશી શકે. અન્ય નહિ.
(૧૨૪૭)
/ આત્માર્થી જીવ અપક્ષપાતપણે અને સરળતાએ પોતાના દોષનું અવલોકન કરે ત્યારે તેને ખેદ અવશ્ય થાય પરંતુ તેથી હતોત્સાહી થવું ઘટે નહિ. યથાર્થ એમ હોય. જેથી સ્વકાર્યનો ઉત્સાહ વર્ધમાન થાય જેમ અન્યના ગુણ દેખી થાય તેમ.
(૧૨૪૮)