________________
અનુભવ સંજીવની
૩૧૧
નિજ સત્તામાં જાણે છે. અને તેથી જ સુખ-દુઃખનો, હિત-અહિતનો વિવેક થાય છે; શ્રદ્ધાના ઉક્ત પરિણમનને અને શ્રદ્ધાના વિષયભૂત દ્રવ્ય સ્વભાવને જ્ઞાન પ્રથમ જાણે છે. તેમજ જ્ઞાનમાં તે નિશ્ચય દ્રવ્ય મુખ્ય રહીને ઉપાસવામાં આવે છે. આમ શ્રદ્ધા-જ્ઞાનનો વિષય એક સરખો ન હોવા છતાં (વિષયમાં તફાવત હોવા છતાં) ઉપાસવાનો વિષય એક જ છે. તેથી બંન્ને ગુણ પ્રયોજનના વિષયમાં અવિરોધપણે પરિણમે છે. તેથી બંન્ને ગુણનો આરાધકભાવ એકપણે અને અવિરુદ્ધભાવે હોય છે. (૧૧૨૬)
-
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનારે, અનેક પ્રકારે બોધને સમજીને, પોતાને જે કાંઈ જેટલું લાગુ પડતું હોય, તેનો સદ્ઉપયોગ કરવાનું લક્ષ રાખવું જેથી તત્ત્વ-અભ્યાસ સાર્થક થાય, નહિ તો પરલક્ષી જાણપણું વધારવાનો વ્યાપાર વધી જશે. તેમજ શાસ્ત્રીય અભિનિવેષ ઉત્પન્ન થઈ જશે. તત્ત્વ–અભ્યાસનું મૂલ્ય પણ સ્વલક્ષે થયેલ હોય તો જ છે, અન્યથા નહિ. પોતાને ઉપયોગી હોવા છતાં તેનો ઉપયોગ ન થાય તો જીવતે એકાંત પરલક્ષ છે, તેવી સ્થિતિમાં કદી આત્મહિત થાય નહિ. વ્યર્થ પરિશ્રમ થાય.
(૧૧૨૭)
*
V નિજ પરમપદ પ્રત્યે વીર્યનો વેગ ઉત્પન્ન થવો તે સ્વરૂપ જ્ઞાનની વાસ્તવિકતા છે, પુરુષાર્થ ન ઉછળે તેવું આત્મા સંબંધિત જાણપણારૂપ જ્ઞાનને શાન માનવું તે કલ્પના છે, તેમાં વાસ્તવિકતા નથી.
(૧૧૨૮)
$
Vજ્ઞાનીપુરુષની વાણીનો આશય ગ્રહણ થવાથી આત્માર્થ સમજાય વા ઉત્પન્ન થાય તેવી જ વાણી અન્ય જીવની હોવા છતાં, તેમાં તેવો આશય હોતો નથી. સ્વસ્વરૂપને ઉપાસતાં ઉપાસતાં નીકળેલી વાણી ઉપાસકભાવથી પ્રભાવિત હોય છે, આરાધક ભાવથી પ્રભાવિત હોય છે. અન્ય વાણી વિભાવના એકત્વથી પ્રભાવિત હોય છે. સ્વરૂપની ઉપાસનાની અભિવ્યક્તિ તે રૂપ આશય, ઉપાસનાથી અજાણ હોય તે ક્યાંથી કહી શકે ?
(૧૧૨૯)
૫/આત્મહિતના હેતુપૂર્વકનો તર્ક સુતર્ક છે.
કુતર્ક = આત્મહિતના હેતુ શૂન્ય તર્ક.
‘તત્ત્વચર્ચા’ પણ આત્મહિતના હેતુથી થતી ચર્ચાને સંજ્ઞા મળે, પરંતુ જ્યાં આત્મહિતના દૃષ્ટિકોણ વિહિન ચર્ચા થાય તે તત્ત્વચર્ચા નથી પણ વ્યર્થ વિવાદ છે. જે ઈષ્ટ નથી, પરંતુ જીવને અહિતકર
છે.
(૧૧૩૦)