________________
અનુભવ સંજીવની
૧૪૫ ઉપજાવી શકતું નથી તે પ્રત્યક્ષ છે. કોઈ ગમે તેવા ભાવ કરે; અને સંયોગમાં ગમે તે ફેરફાર થાય-હું તો ભિન્ન રહીને જ્ઞાતાભાવે રહું છું, મારામાં કોઈ પરનો અનુભવ (કાંઈપણ) થઈ શકતો નથી . આમ લાગુ થાય તેમ સમાધાન કર્તવ્ય છે.
(પ૨૮)
યોગ્યતાવાન આત્માર્થી જીવને પણ, જો સ્વરૂપ નિશ્ચય માટેની તીવ્ર જિજ્ઞાસાપૂર્વક, ‘જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવી સ્વ-સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવાની અયોગ્યતા (વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈ) હોય તો, પદાર્થનો યથાર્થ નિર્ણય થતો નથી. તેથી ચિત્ત વ્યાકુળ રહે છે; અને જો કલ્પિત નિર્ણય થઈ જાય છે તો મિથ્યા સમાધાન / શાંતિ આવે છે, પરંતુ અપૂર્વ સ્વરૂપ ભાસ્યું નહિ હોવાથી, સ્વરૂપનો અપૂર્વ મહિમા આવતો નથી. પરંતુ કલ્પિત અર્થાત્ વિપરીત નિર્ણયનું બળ વર્તતું હોવાને લીધે યથાર્થ ભાવભાસનથી અપૂર્વ માહાસ્ય ઉત્પન્ન થવામાં વધુ કાળ વ્યતીત થઈ જાય છે ત્યાં પરમ યોગ્યતાને હાનિ પહોંચે છે, તેથી પદાર્થનો નિર્ણય યથાર્થ થવો તે પરમ યોગ્યતા છે, ત્યાં દર્શનમોહ અતિ મંદ અનુભાગે થાય છે, કારણ મોહ રહિત પદાર્થના ભાવભાસનપૂર્વક તે પદાર્થની ઉપાદેયતાનો રસ ત્યાં ઉત્પન્ન હોય છે.
મર૯)
સ્વરૂપનું ભાવભાસન.એ જ્ઞાનની-પ્રયોગ પદ્ધતિ દ્વારા થયેલી, ફળશ્રુતિ સ્વરૂપ છે. જેમાં નિર્મળતાનો ગુણ પણ કેળવાયેલો છે અને જ્ઞાનબળ પણ સંપ્રાપ્ત છે.
(૫૩૦)
જેમ ઉપદેશબોધ અંતઃકરણથી અંગીકાર કર્યા વિના સિદ્ધાંતબોધ પરિણમતો નથી, કારણ અનાદિ વિપર્યાસમાં ફેર પડયા સિવાઈ, સિદ્ધાંતબોધ પણ વિપર્યાસપણે પરિણમે છે. તેમ એ પણ વિચારવા યોગ્ય છે, કે સિદ્ધાંતબોધના આધાર વિના - ઉપદેશબોધ ટકી શકતો નથી, અથવા સદાને માટે સ્થિર થઈ શકતો નથી, અર્થાત્ કાળાંતરે નાશ પામે છે. તેથી પરસ્પર બન્ને સ્વ-સ્થાને હોવા/ રહેવા ઘટે છે, અને તો જ વાસ્તવિક રીતે પરમાર્થ સધાય છે.
(૫૩૧)
વૈરાગ્ય તો રાગ ઘટતાં આવે છે અને રાગ અંતર-સ્વભાવની રૂચિ થતાં ઘટે છે. તેથી અંતર ગુણ સ્વરૂપના જ્ઞાન સાથે વૈરાગ્યનો અવિનાભાવી સંબંધ છે; તેની વિચારણામાં વૈરાગ્ય ભાવનાઓ સહજ આવી જાય છે. “જ્ઞાન વગરનો વૈરાગ્ય રુંધાયેલો કષાય છે” . પૂ. બહેનશ્રી. જેને વૈરાગ્યને લીધે ધર્મમાં ચિત્ત થંભે છે. સ્વમાં-આત્મામાં ચિત્ત સ્થિર થવા, વૈરાગ્ય અપેક્ષિત છે. પરની ઉપેક્ષા થયા વિના સ્વની અપેક્ષા થાય નહિ. આર્તધ્યાનવાળાને વિકાર અને પરનું લક્ષ છે. વૈરાગી જ વિકારમાં એકાગ્ર થતો નથી, ફસાતો નથી તેથી તે ધર્મધ્યાન કરી શકે છે. તેથી તે જીવ ! તું પરસંગમાં રોકાયા વગર સ્વભાવ અંગે વિચર છે તે જ કરવા જેવું છે.
(૫૩૨)