________________
છે ?
અનુભવ સંજીવની
૧૮૯
(૬૯૫)
ઉપયોગને અંતરંગમાં જ્ઞાન સામાન્ય ઉપર અનુભવ દૃષ્ટિએ લઈ જવો; અનુભવ દૃષ્ટિ ‘હું પણા' રૂપ હોવાથી, જ્ઞાન સામાન્ય સર્દેશ અતિ નિકટ દ્રવ્યમાં ‘હું પણું’ સહજ આપોઆપ આવે છે. આમ અંતરંગમાં ભેદજ્ઞાન થવા યોગ્ય છે. ઉલ્લાસીત વીર્યથી અર્થાત્ આત્મહિતના ઉલ્લાસપૂર્વક સહજ પ્રયત્ન - વારંવાર સ્વસમૂખતાનો કર્તવ્ય છે, ધારાવાહી રહે ત્યાં સુધી. તે શુદ્ધ ઉપયોગનું કારણ છે.
(૬૯૬)
જ્ઞાનમાં સ્વયંનું વેદન સહજ સ્વભાવને લીધે હોય છે, તો પણ સ્વાનુભવ કાળે, જે સ્વસંવેદન થાય છે, તેમાં ઘનિષ્ટ સંવેદન હોય છે. આ સ્વસંવેદનની તારતમ્યતા ઘણી હોય છે, કારણ કે તે સર્વજ્ઞ સ્વભાવને અવલંબીને ઉત્પન્ન થયેલ છે, અને સ્વસંવેદનપૂર્વક સ્વભાવ અને પૂર્ણતાની પ્રતીતિનું વેદનરૂપ કારણ આ સ્વસંવેદનને ઘટ્ટ બનાવવામાં ભળે છે. તેથી વિશ્વની સમસ્ત અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓથી પર થઈને તે વર્તે છે. તેમજ પૂર્ણ સ્વસંવેદન કે જેની તારતમ્યતા અનંત છે, તેનું કારણ પણ વર્તમાન સ્વસંવેદન (નિયમથી) છે. આ સ્વસંવેદન તે આત્માનું જીવન છે, પવિત્ર જીવન છે. અહીં વેદનમાં જીવતું આત્મતત્ત્વ ઉપલબ્ધ છે. ગ્રંથ ગ્રંથોમાં તેની સ્તુતિ જોવા મળે છે. અમૃતરસનો કંદ આત્મા છે. તેનું રસા સ્વાદન સ્વસંવેદનમાં છે ત્યાંથી ખસતાં અન્ય સર્વ ક્લેશરૂપ છે. શુદ્ધોપયોગકાળે, રાગનો અભાવ (જે વેદનમાં પ્રતિબંધક હતો) થવાને લીધે જ્ઞાનવેદન આવિર્ભૂત થાય છે.
(૬૯૭)
અધ્યાત્મશાસ્ત્ર, જો દર્શનમોહ ઘટ્યો છે જેનો, તેવા પાત્ર મુમુક્ષુજીવને અવગાહનમાં આવે, તો પરમાર્થ પ્રત્યેના પરિણમનમાં સમીપતા થાય છે, નહિ તો માત્ર ધારણાનો વિષય રહી જાય, અને દર્શનમોહપૂર્વક ઉદયભાવોમાં તીવ્ર ૨સે કરીને પ્રવર્તવું થાય. જેમાં ઉદાસીનતા/ ઉપેક્ષા થવી જોઈએ, તેવા ઉદય પ્રસંગોમાં નીરસતા થયા વિના, અધ્યાત્મ-બોધની અસર થાય નહિ. ત્યાં જાગૃતિનો અભાવ હોય તો જાણપણાનું દુષ્ટ અભિમાન પણ થયા વિના રહે નહિ. તેથી અધ્યાત્મ શાસ્ત્ર જ્ઞાનીપુરુષની આશાએ, તેમના સાનિધ્યપૂર્વક અવગાહવવું ઉચિત છે, વા તીવ્ર મુમુક્ષુતા / પાત્રતાની ભૂમિકામાં અધ્યયન થવું હિતકારી છે. દર્શનમોહની તીવ્રતાવાળા જીવને નિશ્ચયની વાતો પ્રાયઃ સ્વચ્છંદનું કારણ થાય છે.
(૬૯૮)
ભેદજ્ઞાન, અંતરંગ સૂક્ષ્મ અનુભવદૃષ્ટિ વડે કરાય છે. તેમાં જ્ઞાન પ્રકાશરૂપે, – નિરાકૂળભાવે, પોતારૂપે, અનુભવમાં આવે, અને રાગ આકુળતાભાવે, જડ વા અંધકારરૂપે, પરપણે જણાય
-