________________
૧૮૦
અનુભવ સંજીવની
ઉપાય છે.
(૬૬૨)
v જૈન શાસન એ વીતરાગ પરિણતિ છે. પોતે જ શ્રદ્ધા, જ્ઞાન, આનંદપણે પરિણમે છે, તેટલું જ જૈન શાસન છે.
(૬૬૩)
/ શાસ્ત્ર અભ્યાસ કરી પોતામાં ઠરવું – તેટલું જ પ્રયોજન છે.
(૬૬૪)
જે જ્ઞાને કરી વીતરાગતા નિષ્પન્ન થાય તે જ્ઞાન ઉપદેશનું રહસ્ય છે. તે આત્મ સ્વરૂપનું જ્ઞાન છે.
(૬૬૫)
ચિત્તમાં પરમાર્થ સંબંધી રસ ઉત્પન્ન હોય, અથવા પરમાર્થ ભાવનો વિશેષ આવિર્ભાવ વર્તતો હોય, ત્યારે જ તે સંબંધી કહેવું કે લખવું યથાર્થ ગણાય, વા સ્વપર હિતકારી થાય અન્યથા પરમાર્થ સંબંધી કહેવું કે લખવું સ્વ-પરને ઉપકારી નથી થતું કારણ કે તે પ્રવૃત્તિ આત્મબુદ્ધિ પૂર્વક થઈ નથી.
તેથી પરમાર્થનાં પ્રકરણ લખનાર અથવા કહેનારને તે કાળે વિષયને અનુરૂપ વીર્યની પ્રવૃત્તિ અંતરંગમાં થવી ઘટે તો જ તેને અનુરૂપ વચનયોગ પ્રગટે.
વચન / વાણીની યથાર્થતાનું માપ અથવા પ્રમાણ આ પ્રકારે થવા યોગ્ય છે. જ્ઞાની / ધર્માત્માની વાણી હંમેશા પુરુષાર્થ પ્રેરક હોય છે, વા આત્મહિત પ્રેરક હોય છે; અને તેમનાં વચનયોગમાં ઉક્ત પ્રકારે પરમાર્થ રસની અભિવ્યક્તિ જોવા મળે છે, જે જ્ઞાની પુરુષની ઓળખાણ થવાનું કારણ પણ થાય છે. તેથી જ્ઞાની અસ્થિરતાવાળા ઉદય યોગે “કલ્પિત ભાવે પરમાર્થ પ્રકાશતા નથી તે યોગ્ય જ છે.
મુનીરાજને સાંસારિક પ્રવૃત્તિ નહિ હોવાથી પરમાર્થમાર્ગનું ઉપદેશકપણું ઘટે છે, કારણ કે તેઓ પોતે જ મૂર્તિમંત મોક્ષમાર્ગ સ્વરૂપ છે; વળી તેમને એવો ઉદય-યોગ હોતો નથી, જેથી અસ્થિરતાથી પરમાર્થ પ્રકાશનમાં કૃત્રિમતા થાય. પરંતુ સહજ ૬ઠ્ઠી-સાતમાં ગુણસ્થાને ઝૂલતાં – ઝૂલતાં ઉપદેશનું કહેવું કે લખવું થઈ જાય છે.
પરંતુ જ્ઞાની પુરુષ પ્રારબ્ધ - ઉદયમાં બાહ્ય પ્રવૃત્તિનું વિરોધાભાસીપણું જાણે છે, તેથી પરમાર્થ પ્રવૃત્તિ કરતાં, બહારમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈ અતિ વિવેકે પ્રવર્તે છે. તેમજ અંતરમાં આત્મરસના આવિર્ભાવપૂર્વક (અસ્થિરતાવાળા ઉદયયોગના અભાવમાં પરમાર્થ સંબંધી પ્રવૃત્તિ કરે છે તે સિવાઈ કરતાં નથી.