________________
અનુભવ સંજીવની
૧૩૭ ઓઘસંજ્ઞાનું અસ્તિત્વ રહે છે. માત્ર સ્વરૂપનું ભાવભાસન જ ઓઘસંજ્ઞાનો નાશ કરે છે. તેથી ઓઘસંજ્ઞા જીવની યોગ્યતાને અને આત્મિક પુરુષાર્થને રોકે છે. તેમ જાણી તેનો અવશ્ય ત્યાગ કરવો ઘટે
(૫૦૧)
છે.
સંસારમાં મનુષ્ય ગૃહાદિ ઉદય પ્રસંગે જેટલા કર્મબંધ કરે છે, તેથી અનંતગુણ વધારે કોઈવાર, અસત્સંગને લીધે ધર્મક્ષેત્રમાં રહીને, મિથ્યાઆગ્રહ, અશ્રુઆદિને સેવીને કર્મબંધ કરે છે. કારણ અપરમાર્થ માર્ગને સેવતાં કાયરપણું થવાને લીધે – પાત્રતાના અભાવમાં, ઉત્સાહિત વીર્યથી પ્રવર્તે છે; કારણ અપરમાર્થમાર્ગને પરમાર્થમાર્ગ જાણી, સંસાર વાસના ઘટતી નહિ હોવા છતાં લાભ થયો માની, માઠા બોધથી, સપુરુષાદિ પ્રત્યે ઉપેક્ષાએ અશાતનાએ વર્તે છે; તે જ અનંતાનુબંધી ક્રિોધ, માન, માયા, લોભનું સ્વરૂપ છે.
(૫૦૨)
Vઆંખ ઠરે અને દુર્લભ પ્રાપ્તિ હોવાને લીધે, જગતમાં રત્નની કિંમત / મહામ્ય ઘણી ગણાય છે, તોપણ તે કલ્પના માત્ર રમ્ય છે. માત્ર આંખ ઠરવાની ખૂબીને લઈ જ મનની ઈચ્છા / કલ્પનાથી તેની કિંમત ઘણી કહેવાય છે. પરંતુ અનાદિ સર્વત્ર દુર્લભ જેમાં આત્મા ઠરે – ઠરી રહે છે એવું સત્સંગરૂપ સાધન, તેની રુચિ સંસારી જીવને થતી નથી, તે આશ્ચર્ય છે; ગંભીર વિચારણાનું સ્થળ છે. તાત્પર્ય એ છે કે આત્માર્થી જીવે સત્સંગને ગૌણ કરવા યોગ્ય નથી. દુર્લભથી પણ દુર્લભ એવું સત્સંગરૂપી અમૃત પરમ આદરણીય છે. સત્સંગદાતા સપુરુષ તો નિરંતર અમૃત પીવરાવે છે. અને ભવ્ય જીવ તે પી ને અમરત્વ પ્રાપ્ત કરે છે, તેનું મૂલ્ય કઈ રીતે થાય છે. (૫૦૩)
Vઆત્માર્થી જીવે પ્રતિકૂળ પ્રસંગનો ઉદય આવ્યા પહેલાં, જયાં જ્યાં પોતાને ઉદયમાં મમત્વ વર્તતું હોય, તે તે પદાર્થના લક્ષે સંભવિત પ્રતિકૂળ પ્રસંગ જાણે કે પ્રગટ થયો હોય, તે પ્રકારે અનુભવમાં લઈ, પોતાના મમત્વ પરિણામને તપાસી, મોળાં પાડવા ઘટે; જેથી તેવા ઉદયકાળ તીવ્ર રસે કરી, પ્રત્યાઘાત ઉત્પન્ન જ ન થાય. આવો પ્રકાર છેલ્લી હદ સુધીની તૈયારીવાળો હોવો ઘટે છે. જેમકે દેહ ત્યાગવાના પ્રસંગની જાણ થાય તો પણ પોતાના શાશ્વત, અવ્યાબાધ સ્વરૂપમાંથી કાંઈ જ જતું નથી. પોતે જ્ઞાયકપણે અખંડ સ્વરૂપે વિદ્યમાન જ રહે છે, તેમ વેદનથી ગ્રહણ થવા, પ્રયત્નરૂપ અભ્યાસ વારંવાર કરી, પૂર્વ તૈયારી કરી લેવી, જેથી દેહત્યાગથી અલ્પ પ્રતિકૂળતાઓ તો જરાપણ અસર ન કરે.
(૫૦૪)
મુમુક્ષુની દશા અત્યંત સાધારણ હોવાથી તેના તેવા સભાનપણામાં રહી સત્સંગને જરાપણ વિસ્મૃત કે ગૌણ કરવા યોગ્ય નથી. જો કલ્પનાએ ચડી, સત્સંગ છોડી જીવ અન્ય સાધન – એકાંત,