________________
અનુભવ સંજીવની - વિપરીત શ્રદ્ધાનથી જીવને પરમાં સુખ ન હોવા છતાં, સુખની પ્રતીત છે. તેથી પર વિષયને સુખબુદ્ધિથી ભોગવતાં સુખનો (આભાસરૂપે) અનુભવ થાય છે. પરંતુ વાસ્તવિકતાએ ત્યાં સુખ નહિ હોવાથી કોઈને પણ તૃપ્તિ થતી નથી. આત્મિક સુખની ગટગટીથી (અનુભવથી) પ્રતીત થતાં આખું જીવન બદલાઈ જાય છે; તે જીવ પરમાં ક્યાંય સુખના કારણે ઠગાતો નથી. (૨૪૦).
v સમસ્ત અન્ય મતો, અભિનિવેશમાંથી ઉત્પન્ન થયાં છે, જે દર્શનમોહની તીવ્રતાના ઘોતક છે. તેથી મુમુક્ષુ જીવે અભિનિવેશને સર્વાધિક પાખંડ સમજી, ચેતી, દૂર રહેવા યોગ્ય છે. (૧) લૌકિક અભિનિવેશ અને (૨) શાસ્ત્રીય અભિનિવેશ, બન્નેનું ફળ એક છે. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ સૌથી ભયંકર અનિષ્ટ છે.
(૨૪૧)
૨૫મે - ૧૯૮૮ / ઉદયકાળે પાંચ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું વેદન (ભોગવટો) જીવ જેટલા રસના અનુપાતમાં કરે, (તેથી અશાતા વેદનીનો બંધ રસના પ્રમાણમાં અનુબંધ વાળો પડે. જેના ઉદય પહેલાં ભેદજ્ઞાન શક્તિ સાધી ન હોય તો વેદનાકાળે તન્મય થઈ ને અશાતાનું દુઃખ વેદવું જ પડે) તેટલી પરથી ભિન્ન - જ્ઞાનવેદન કરવાની શક્તિ હણાય છે. (તેથી) પરિણામે શારીરિક વેદનાના ઉદય કાળે, પરવશપણે અશાતા વેદવી પડે છે. પરંતુ ભેદજ્ઞાનના અભ્યાસથી ભિન્ન જ્ઞાનવેદનને કેળવતાં અને વેદનાકાળે તીવ્ર પુરુષાર્થ ફોરવતાં, પુરુષાર્થના અનુપાતમાં જીવ વેદનાથી મુક્ત રહી શકે છે. (૨૪૨)
V મુમુક્ષુ જીવ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ-વાંચન, વિચાર કરે, પરંતુ ઉદયમાં પૂર્વવત્ (રુચિથી) ઉદયને વેદે તો ભેદજ્ઞાનનો પુરુષાર્થ કરવાની શક્તિ હણાઈ હોવાથી, તેનાથી, ઇચ્છા હોવા છતાં, ભેદજ્ઞાન થઈ શકતું નથી. પરંતુ તેને ભેદજ્ઞાન કરવાની સમસ્યા થઈ પડે છે. તેથી જાગૃતિપૂર્વક, ઉદયકાળે મંદ પરિણામે ઉદય-વેદન થાય, (ભેદજ્ઞાનના પ્રયોગને લીધે) તો આગળ વધાય.
વાંચન - વિચાર બાહ્ય ક્રિયા છે, ભાવનાની વૃદ્ધિ અર્થે થવા યોગ્ય છે. ભેદજ્ઞાન અંતરક્રિયા છે. બાહ્યક્રિયા ઉદયાધીન થાય છે. અંતરક્રિયા પુરુષાર્થ આધીન થાય છે. તેથી અંતરક્રિયા કોઈપણ પ્રકારના બાહ્ય સાધન વિના સતત થઈ શકે છે. તેથી બાહ્યદષ્ટિ છોડી, અંતરક્રિયામાં પ્રવર્તવું તે જ હિતાવહ છે.
બાહ્ય કાર્યોની ગણત્રી કરવામાં બાહ્યદૃષ્ટિ રહે છે, જે અહિતકર છે અથવા અંતરક્રિયાને અવરોધક છે. ખરી આત્મભાવના હોય તો ગણત્રી ન થાય.
(૨૪૩)
વ્યવહાર પરત્વે કોઈ રીતે, કોઈના સંબંધથી ધાર્મિકક્ષેત્રમાં) લાભ લેવાનું સ્વપ્ન પણ ઇચ્છનીય