________________
૮૯
અનુભવ સંજીવની જીતાય છે. પોતે અનુભૂતિ સ્વરૂપ જ છે. રાગાદિ વિભાવથી સદાય ભિન્ન જ છે, રહિત જ છે. જ્ઞાનલક્ષણથી લક્ષિત થઈ જે સદાય અનુભવમાં આવી રહેલ છે, એવા ચૈતન્યના - પરમાત્માના ભજનમાં સર્વકર્મ-કર્મફળનો સન્યાસ છે અને આત્માથી ઉત્પન્ન સુખથી તૃપ્તિ છે, આટલો જ પરમાર્થ છે. અતિ વચન વિસ્તારથી બસ થાઓ !
(૩૧૯)
પર્યાયબુદ્ધિથી, શેયથી જ્ઞાન મનાય છે. તેમાં પરથી (શેયથી) પોતાનું અસ્તિત્વ મનાય છે. જ્ઞાનને શેયના આધારે માનતા પોતે પર્યાયમાત્રરૂપે અવધારિત થાય છે–અનુભવાય છે, જે મિથ્યા છે. તેમાં શુદ્ધ સત્તાનો નાશ થાય છે, અભાવ સધાય છે. ભેદજ્ઞાનના અભાવમાં આવો પ્રકાર ભજે છે, તેમાંથી સંસાર પાંગરે છે. આ પર્યાયબુદ્ધિ જ સર્વ પ્રકારના દોષ ઉત્પન્ન થવાનું મૂળ છે. પરંતુ શેયથી ભિન્ન–નિર્વિકલ્પ સહજ પ્રગટ જ્ઞાનમાત્ર વસ્તુરૂપે પોતાને અનુભવતા અનાદિ પર્યાયબુદ્ધિ મટે છે . વસ્તુ સધાય છે. આ પ્રકારે “જ્ઞાનમાત્ર જીવસ્વરૂપને અનેકાંતપણું ઘટે છે.
(૩૨)
એપ્રિલ - ૧૯૮૯ / સ્વરૂપ – અસ્તિત્વ નિર્ભેદ–નિર્વિકલ્પ છે. તેનો અનુભવ અને પ્રતીતિ પણ નિર્વિકલ્પ છે. તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદ, ઓળખવા માટે, વસ્તુવ્યવસ્થા દર્શાવવા માટે ફક્ત છે. અનુભવના પ્રયોજનની દૃષ્ટિએ તે ભેદકલ્પના સાધક નથી પરંતુ બાધક છે. નિર્વિકલ્પ સ્વાનુભવમાં, સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પમાત્ર વસ્તુ, સ્વક્ષેત્ર એટલે આધારમાત્ર પ્રદેશ, સ્વભાવ એટલે મૂળ સહજ સામર્થ્ય, સ્વકાળ એટલે વસ્તુની મૂળ સ્થિતિ જે અનાદિ અનંત એકરૂપ ધ્રુવ રહે છે). આ ચતુષ્ટય નિર્વિકલ્પ એક વસ્તુમાત્રપણે અનુભવાય તો સ્વચતુષ્ટય છે. પરંતુ બુદ્ધિગોચરપણે ચાર ભેદ થતાં તે જ પર ચતુષ્ટય છે. કારણકે તેથી ભેદ કલ્પનાથી) વસ્તુ સધાતી નથી. (સમયસાર કલશ . ૨૫૨)
(૩૨૧)
| અનાદિથી જીવ કષાયાદિ વિભાવ કરતો હોવા છતાં પણ કદી કષાયઆદિરૂપ થતો નથી, થશે નહિ—એવું આશ્ચર્યકારી મહાન જીવનું સ્વરૂપ છે. તે પ્રત્યે કોઈ વિચિક્ષણ પુરુષનું ધ્યાન ખેંચાય છે. તે ભવ્ય જીવના વિભાવ વિરામ પામી જાય છે, તેનું કારણ સકળ શ્રુતના તાત્પર્યભૂત પરમ સતું કે જે પોતાનું જ સ્વરૂપ છે, તેના પ્રત્યે તેનું લક્ષ થયું.
(૩૨૨)
/ હે જીવ ! તું કેમ દુઃખી થાય છે !! તારું સ્વરૂપ તો સદાય સહજ પરમાનંદરૂપી પીયુષનાં પુરમાં ડુબેલું છે ! તેને સંભાળીને તું આનંદમાં લીન થા ! અઢળક સંપત્તિવાન, દીન થઈ યાચે,