________________
૧૦૧
અનુભવ સંજીવની
તીર્થ-પ્રવૃત્તિને પ્રકાશનારું છે. અનેકવિધ બાહ્ય તીર્થ પ્રવૃત્તિરૂપ કાર્યો અને તે કાર્યને અનુશાસિત મનુષ્યોને પણ (દ્રવ્ય) જિનશાસનમાં ગણવામાં આવે છે. પરંતુ તે સમસ્ત દ્રવ્ય જિનશાસનનો પ્રાણ ભાવ જિનશાસન છે. તેથી ભાવ જિનશાસન વિનાની તીર્થરૂપ પ્રવૃત્તિ, સર્વ મનુષ્યોનું તેવી પ્રવૃત્તિમાં એકત્રિત થવું વિગેરે, નિષ્પ્રાણ / મૃતક કલેવર સમાન છે; અને તેવા પ્રકારની પ્રવૃત્તિમાં પ્રાયઃ વિપર્યાસ ઉત્પન્ન થઈ આવે છે, તેથી તેવી પ્રવૃત્તિ જોખમી છે.
।
(૩૭૬)
*
નિશ્ચયધર્મ જ્યારે પ્રગટ થાય છે, તે જ કાળે નિર્વિકલ્પ ધ્યાનમાં જ મોક્ષમાર્ગનો વ્યવહાર ઉત્પન્ન થઈ જાય છે, અર્થાત્ સમ્યક્દર્શન, પોતાના સર્વ-૪૮ મૂળગુણો સહિત જ ઉત્પન્ન થાય ? છે. આ બહુ જ સ્વાભાવિક છે અથવા કુદરતી છે. દ્રવ્યદૃષ્ટિ અને સાતિશય મહા વિવેક સંપન્ન સમ્યાન તેનું મૂળ કારણ છે. સર્વ ૪૮ મૂળગુણોરૂપી કાર્ય / પરિણામના સદ્ભાવને આથી સુગમપણે સમજી શકાય છે. આ પ્રકારે ધર્માત્માનું અંતર-બાહ્ય જીવન સર્વાંગ સુંદર છે. (૩૭૭)
મિથ્યાત્વદશામાં જીવ મોનિંદ્રામાં અચેત રહે છે, ત્યાં પુરુષાર્થ હીનતા અને પ્રમાદ છે. સમ્યક્ત્વ ભાવમાં પુરુષાર્થની શકિતપ્રમાણે સ્વરૂપ સંભાળે છે; ત્યાં પુરુષાર્થ હીનતા નથી. સમ્યક્ પરિણમનમાં જીવ સ્વયંને ચેતે છે, અર્થાત્ જીવત્વશકિતના શુદ્ધ પરિણમન દ્વારા પોતાનું જીવન જીવે છે, તે જ સાચું જીવન છે. આમ સમ્યક્ત્વનો પ્રભાવ અનંતગુણ ઉપર છે, જે અચિંત્ય અને મહાઆશ્ચર્યકારી છે.
(૩૭૮)
જો મુમુક્ષુ જીવ ભવિષ્યની સંયોગોની ચિંતા કરે છે, તો તેમાં તે સંયોગની આધારબુદ્ધિને દૃઢ કરે છે. જ્ઞાની કદી તેમ કરતા નથી, તેવી દીનતા તેમને થતી નથી. જેને દીનતા છે, તે પોતાના નિરપેક્ષ મહાન આત્મ તત્ત્વને આડ મારે છે; તેથી તેનો પુરુષાર્થ ઉપડી શકે નહિ. તેથી મુમુક્ષુ જીવે એવો નિર્ણય કરવો ઘટે કે ગમે તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ (જે પૂર્વકર્મ પ્રમાણે ઉપાર્જિત હોય છે.) માં પણ હું સાક્ષીભાવે જ્ઞાતાભાવે રહેવાના પુરુષાર્થમાં જોડાઈશ, પણ મારા નિરપેક્ષ સ્વભાવને આડ મારીને દીનપણું– યાચકપણું કરીશ નહિ; અંતરમાંથી સુખ પ્રાપ્ત કરવું એ જ મારો પુરુષાર્થ / ધર્મ છે.'
(૩૭૯)
-
મુમુક્ષુ જીવને પોતાના વિરાધક પરિણામોનો ખરા અંતઃકરણથી પશ્ચાતાપ થયા વિના વિભાવથી પ્રતિક્રમણ થવાનો ‘અભિપ્રાય' મટે નહિ, અને વિભાવરસ તૂટે નહિ, વિભાવની શક્તિ મોળી પડે નહિ અને ત્યાં સુધી સન્માર્ગમાં વિભાવરસનો અવરોધ / પ્રતિબંધ છે. જ્યારે હૃદયથી પોતાના દોષ પ્રત્યે જુગુપ્સાભાવ થાય છે, પશ્ચાતાપ થાય છે, ત્યારે જ આત્માર્થીની ભૂમિકારૂપ દશા ઉત્પન્ન