________________
અનુભવ સંજીવની
૧૧૫ આવું ભેદજ્ઞાન કેમ થાય ?
સમાધાન – જ્ઞાન પોતાના સ્વ-રસથી, પોતે પોતાનું સ્વરૂપ જાણે, ત્યારે અવશ્ય જ્ઞાન પોતાના આત્માને સર્વ પરથી ભિન્ન જ જાણે.
(૪૩૦)
| ડિસેમ્બર - ૧૯૮૯ રસ – પરિણામમાં ઉત્પન્ન થતા રસમાં મુખ્યપણે જ્ઞાનપૂર્વક ચારિત્ર્યભાવની લીનતારૂપ કાર્ય છે. જ્ઞાનમાં જે શેય આવ્યું, તેમાં જ્ઞાન તદાકાર થતાં, ભાવની લીનતાના કારણથી અન્ય પદાર્થની / અન્ય શેયની ઈચ્છા ન રહે / ન થાય, તે રસ છે. પરિણામની શક્તિ રસમાં રહેલી છે. મિથ્યાત્વ અવસ્થામાં આવો વિભાવ રસ, ઈષ્ટ – અનિષ્ટપણાના પૂર્વાગ્રહ / માન્યતા સહિત ઉત્પન્ન થાય છે. તેથી નવ તત્ત્વમાં, તત્ત્વદૃષ્ટિએ તેને બંધતત્ત્વ' કહેલ છે. ધર્માત્માને તો સ્વરૂપે સાવધાની હોવાથી, વિભાવ-રસ તીવ્ર થતો જ નથી. ચારિત્રમાં ક્ષણિક તીવ્રતા થાય તો તેની લાળ લંબાતી પણ નથી, પરંતુ તેમને સ્વભાવ રસ તીવ્ર અનુભૂતિ માં થાય છે. તેથી ચિક્કરિણતિ થાય છે, અથવા પરિણતિ વધુ મજબૂત થાય છે. જેમ જેમ ચિસ વધતો જાય છે, તેમ તેમ આત્મા વિજ્ઞાનઘન થતો જાય છે; અને વિભાવનો ક્ષય થતો જાય છે.
(૪૩૧)
નિર્પક્ષ થઈ સત્સંગ કરવામાં આવે તો અર્થાત્ પક્ષરહિત / પૂર્વગ્રહરહિત થઈ એટલે કે એકાંત આત્મહિતને લક્ષ્ય (આત્મહિતને મુખ્ય રાખીને સત્સંગ કરવામાં આવે તો સત્ જણાય' અર્થાત્ સત્ય સમજાય, અને પછી કોઈ પુરુષનો યોગ બને જે યોગ માટેની આશ્રય ભાવના ઘણી વૃદ્ધિગતું હોય તો પુરુષની ઓળખાણ થાય એટલે કે તે પુરુષ પ્રત્યેની વ્યવહારીક કલ્પના ટળે. જગતમાં જે પ્રકારે ઓળખાતા હોય તેમ ન ઓળખે. પરંતુ પરમ હિતનું પોતાનું કારણ જાણીને સમર્પિત થાય તો અવશ્ય ભવ-ભ્રમણ ટળે.
(૪૩૨)
7 જેને સૈદ્ધાંતિક જ્ઞાન અથવા યથાર્થજ્ઞાન, સત્પુરુષો માને છે, તે અતિ અતિ સૂક્ષ્મ છે. આવી જ્ઞાનની સૂક્ષ્મતા અનુભવ' સંબંધિત છે. જેમકે જ્ઞાનની વ્યાપ્તિને અનુભવતાં, જ્ઞાન સર્વ પરદ્રવ્યથી, દેહાદિથી અને રાગાદિથી ભિન્ન અનુભવ ગોચર થાય છે. આમ જ્ઞાન સ્વયં અનુભૂતિ સ્વરૂપ હોવા છતાં, અને રાગાદિ વિભાવો જીવની વિકારી પર્યાયો હોવા છતાં, માત્ર પરમ પરિણામીક ભાવરૂપ ત્રિકાળ ધ્રુવ સ્વભાવ સામર્થ્યનું જ અવલંબન રહે છે, તે જ યથાર્થ છે; અથવા પ્રયોજનની સિદ્ધિ / પરમાર્થની પ્રાપ્તિ રૂપ છે, અને ત્યારે જ અવલંબન લેનાર અનુભૂતિ પોતાનું અંગ છે, એવું સૈદ્ધાંતિક જ્ઞાન સપ્રમાણ થાય છે. જેમાં વ્યક્ત પર્યાય પ્રત્યે પણ ઉદાસીનતા રહે છે. (૪૩૩)