________________
અનુભવ સંજીવની દરેક દ્રવ્યની સ્વતંત્રતાનો સ્વીકાર થવો જોઈએ. દ્રવ્યની સ્વતંત્રતાનો સ્વીકાર થતાં પ્રત્યેક ગુણ-પર્યાયોની સ્વતંત્રતાનો સાથે થાય છે. આ સ્વતંત્રતાનો સ્વીકાર કઈ રીતે કરવો ? કે પોતામાં ઉત્પન્ન થતાં જ્ઞાનનાં અવલોકનથી, જ્ઞાનની સ્વતંત્રતાનો અનુભવ, પ્રત્યક્ષ થાય છે; અર્થાત્ કોઈપણ શેયથી જ્ઞાન થતું નથી. એવા જ્ઞય નિરપેક્ષ જ્ઞાનના અનુભવથી વિશ્વના સર્વ પદાર્થોની સ્વતંત્રતાનું જ્ઞાન આપોઆપ થાય છે, જે વીતરાગતાનું - નિજાવલંબનનું કારણ છે, તેમજ પરથી ભિન્નતા થવાનું પણ કારણ છે.
(૩૫૮)
આગમ અનુસાર તેમજ વસ્તુ સ્વરૂપના ભાવભાસન અનુસાર, વસ્તુનું બંધારણીય સ્વરૂપ દ્રવ્યગુણ-પર્યાયાત્મક સમજયા છે, તેઓ પણ આગમના ભેદ-પ્રભેદને ગૌણ કરી, નિશ્ચય અભેદસ્વરૂપની મુખ્યતા કરે છે; તેનું કારણ જીવનું–પ્રયોજનસિદ્ધ કરવું તે છે. તેથી આ દૃષ્ટિકોણથી વ્યવહારની સદા મોક્ષમાર્ગમાં ગૌણતા છે. મોક્ષમાર્ગનું આમાં રહસ્ય છે. આત્મચિંતનમાં ગુણભેદ ગૌણ થવા જોઈએ.
(૩૫૯)
V જૈનધર્મ તો અધ્યાત્મ રસમય છે. જેને અધ્યાત્મરસ દ્વારા, આત્માના શાંત રસ દ્વારા પોતાના સ્વરૂપ - સ્વભાવનું સમ્યક અનુભવન ન થયું હોય, તે વીતરાગ દિગંબર જૈનમાર્ગના રહસ્યને જાણતો નથી; પરંતુ તે માર્ગથી અજાણ છે, માર્ગના મર્મથી અજાણ છે. તેથી તેવો વકતા માત્ર પદ્ધતિ શીખીને વકતા થાય છે, પરંતુ શાસ્ત્રમાંથી મર્મને ખોલી શકતો નથી. ઓછામાં ઓછું અધ્યાત્મ તત્ત્વની રુચિરૂપ યોગ્યતા વિના, વકતા થાય, તે ઇચ્છનીય નથી. દેવ-ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાની દૃઢતા તો પ્રથમ હોવી જ જોઈએ.
(૩૬૦)
V જ્ઞાનક્રિયા સહજ, સ્વાભાવિકપણે થઈ જ રહી છે, તે જ રીતે વીર્યગુણનું કાર્ય પણ ચાલુ જ છે, બન્ને કાર્યને કરવા-તેવી કોઈ સમસ્યા નથી, પરંતુ જો તે કાર્યો યથાયોગ્ય સ્થાને થતા નથી, તો સહજ દુઃખ–આકુળતા થવી અનિવાર્ય છે; જે સ્વભાવથી વિરુદ્ધ છે; તેથી જ્ઞાન સ્વયં પોતાને અનુભવી, ઠરે અને વીર્ય તેની સાથે જોડાય તો સહજ સુખશાંતિ રહે. આવા જ્ઞાન અને વીર્યાદિના સામર્થ્યનો, બેહદ સામર્થ્યનો પીંડ પોતે છે - તેવી પ્રતીતિ સર્વ સુખનું મૂળ છે. (૩૬૧)
Vશાનદશામાં કોઈપણ પર્યાયની કર્તા બુદ્ધિ નથી. પરદ્રવ્યમાં તો સ્વયંની વ્યાપ્તિનો અભાવ પ્રત્યક્ષ અનુભવગોચર છે, જેથી પરદ્રવ્યની પર્યાયને કરવાનો ભ્રમ થતો નથી. પરંતુ અશુભ ને પલટાવી શુભ કરું તેવો અભિપ્રાય નથી, તેવો અભિપ્રાય ભ્રમબુદ્ધિ છે. તેમજ પરિણામ સહજ જ્ઞાતાપણે રહે તેવો અભિપ્રાય છે; આવા નિર્ણય વિના જે કાંઈ સાધન કરવામાં આવે, તો કર્તબુદ્ધિથી કરે,