Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
મંત્રીઓનાં નામનો ઉલ્લેખ પ્રાપ્ત ન થવાથી પ્રે. બનારસીદાસે રાજકીય તવારીખમાંથી એમનાં નામ શોધી કાઢવાનું વિદ્વાનોને સૂચન કર્યું.A.
આ વાતને અર્ધ શતાબ્દી વીતી ગઈ કિન્તુ કશી પ્રગતિ સધાઈ નહીં. અલબત્ત, ગુજરાતના ઇતિહાસકાર રત્નમણિરાવે આ સંબંધમાં એક મજબૂત ઇતિહાસ કંડિકા રજૂ કરી, જેને આધારે મેં “અંચલગચ્છ-દિગ્દશન”માં એવું પ્રતિપાદિત કર્યું કે લેખક્ત મંત્રીબાંધવો તે રાજકીય તવારીખમાં જણાવાયેલા કુવરદાસ અને સુંદરદાસ હતા, જેમણે શાહજહાંનો પક્ષ લઈને પાછળથી જહાંગીર સામેના બળવામાં આગેવાનીભર્યો ભાગ લીધેલ.
એમની રાજકીય કારકિર્દી પર હું ‘ગૂજે દેશાધ્યક્ષ સુંદરદાસ–રાજા વિક્રમાજિત કોણ હતો?” એ પુસ્તકમાં વિશેષ પ્રકાશ પાડીશ. સમેતશિખર રાસમાં એક સ્થાને કુરપાલ અને સોનપાલની ભલામણ કરવા ગયેલાઓને જહાંગીરે સ્પષ્ટ સંભળાવી દીધું કે “એ ઉદારચરિત ઓશવાળાને સારી રીતે જાણું છું. એમનાથી અમારા નગરની શેભા છે. તેઓ અમારા કોઠીવાન છે અને “બંદી છેડાવનારએમનું બિરુદ છે.” (૭) કુરપાલ–સોનપાલની જેમ મંત્રી વિદ્ધમાન-પસિંહ, મંત્રી ભંડારીજી આદિ અનેક મંત્રીઓના ઉલ્લેખ પ્રસ્તુત સંગ્રહમાં છે, જુઓ પરિશિષ્ટ (T). આજ સુધીમાં પ્રકાશિત થયેલા લેખ-સંગ્રહો તથા પ્રશસ્તિ-સંગ્રહોમાં ઉલિખિત મંત્રીઓનાં નામની એક દિ
લિખિત મંત્રીઓનાં નામની એક વિવરણાત્મક સૂચિ તૈયાર કરવામાં આવે તો રાજકીય અધ્યયનની વિપુલ સામગ્રી ઉપલબ્ધ થાય એમ છે. જૈનએ રાજકીય ક્ષેત્રે કેવું વિશિષ્ટ યોગદાન પ્રદાન કરેલું તે પર પણ ઉક્ત સૂચિ દ્વારા પ્રકાશ પાડી શકાશે. (૮) મૂર્તિ વિધ્વંશક સમ્રાટ શાહજહાંનું નામ મૂર્તિ નીચે (લેખાંક ૨૮૯) કોતરાવીને દરિયાવદિલના જેને સૌ કોઈને આશ્ચર્ય ગરકાવ કરી દે છે. સં. ૧૬૭૧ માં જહાંગીરનું શાસન હોવા છતાં તેમાં “શાહજહાં વિજય રાજયે” કહેવાયું છે. કુરપાલ–સોનપાલ શાહજહાંના પક્ષકારો હતા તે અંગે ઉલેખ કરી ગયા છીએ; એ સંદર્ભમાં પ્રસ્તુત ઉલ્લેખ સૂચક છે. (૯) લેખાંક ૩૧૨ માં જામનગરના રાજા માટે કહેવાયું છે કે –“સૌરાષ્ટ્રના રાજા જેને નમસ્કાર કરે છે, કચ્છના રાજા જેના ભયથી ડરતો રહે છે, માળવાને રાજા જેને પિતાનું અધું આસન આપે છે, એવા પોતાના કુળમાં મુકુટ સમાન જામ જશવંતસિંહ વિજયવંત રહે!” આયને અકબરીને કર્તા અબુલ ફઝલ જામનગરને “નાનું કચ્છ” કહે છે, તે પરથી લેઓક્ત વર્ણન અતિશયોક્તિભર્યું ગણાય; કિન્તુ આ રાજ્ય પહેલેથી જ મહત્ત્વાકાંક્ષી રહ્યું હોઈને તેનું ઔચિત્ય સમજી શકાશે.
માળવાના રાજા અંગેનો ઉલલેખ ગુર્જર સંસ્કૃતિની વ્યાપકતાનું અને તેના આદાનપ્રદાનનું ઉમદા પ્રમાણ રજૂ કરે છે. ગૂર્જર સંસ્કૃતિના ઘડતરમાં માળવાએ આગ ફાળે સેંધાવ્યો છે અને ત્યાંના વિદ્યાપ્રેમી અને પ્રતાપી રાજવીઓ મુંજ અને ભજે સાહિત્યમાં ખૂબ જ સ્થાન જમાવ્યું હોઈને એ ઉલ્લેખ ખૂબ જ સૂચક છે. (૧૦) કચ્છના કેટલાક લેખોમાં મહારાવનાં નામની સાથે ગ્રામાધિપતિનાં નામો પણ જોવા મળે છે; ઉદાહરણાથે કોઠારાના મકાજી (લે. ૩૩૬), વારાપધરના હમીરજી A જૈન સાહિત્ય સંશોધક નં. ૨; અં. ૧, પૃ. ૨૯-૩૫ માં પ્રો. બનારસીદાસનો લેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com