Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh

View full book text
Previous | Next

Page 283
________________ ભારતીય ઇતિહાસના અગ્રય.વી વિદ્વાન અને ગુજરાતના સાંસ્કૃતિક તથા રાજકીય ઇતિહાસના પ્રસ્તતા છે. કામદાર તા. ૨ -૧૦–૬૮ ના પત્રમાં જણાવે છે “..આપના તરફથી મારા મિત્ર પંડિતશ્રી લાલચ દ્રભાઈ ગાંધી મારફત “અંચલગચ્છદિગ્દર્શન” પુસ્તકની નકલ ઉપહાર તરીકે મળી, જે માટે આપને અંતઃકરણપૂર્વક આભાર માનું છું સદરહુ પુસ્તક હું “અથથી ઇતિ સુધી સહર્ષ વાંચી ગયો. ઘણું નવું જાણવાનું મળ્યું. આપે ખૂબ પરિશ્રમ લીધો છે પેજના ઉત્તમ કરી શકયા છે. પ્રમાણે, સંદર્ભો, અવતરણે ઘણાં આપ્યાં છે. જૈન વિદ્યા ઉપર આપના પ્રયાસથી નવીન પ્રકાશ પડ્યો છે. ગુજરાતના ઇતિહાસ-સંસ્કૃતિ-સમાજજીવન ઉપર પણ નવીન પ્રકાશ આપે પાડ્યો છે. આપે અંચલાગચ્છનો ઉદય, તેનો વિકાસ, તેના બીજા ગચ્છો સાથેના સંબંધે, એ ગચ્છમાં થઈ ગયેલા ધુરંધર, વિદ્વાન, સમર્થ અપરિગ્રહી મુનીશ્વર, તેમ તેના શ્રેષ્ઠીઓ વગેરે વિશે આપે બહુ અગત્યની માહીનીઓ પૂરી પાડી છે. આ સમસ્ત પ્રયાસ માટે આપ અભિનંદન પાત્ર છે. હું આપને અંતઃકરણથી ધન્યવાદ આપું છું. આપે પ્રતિષ્ઠાઓ ઉપરના અનેક બલકે સેંકડો લેખે જોયા છે. ગચ્છના વાચક, પંડિતો, નાયક, અધીશ્વરે વગેરેનાં જીવન પર વિસ્તૃત વિવેચનો કર્યા છે. મુખ્ય શ્રાવકો વિષે આપેલા વૃત્તાંત તેમ, ગચ્છમાં થઈ ગયેલા મુનિવરે વિશેના વૃત્તાંત એક્કસ પ્રેરક થઈ પડશે. આપે ભાંડારકર, પિટર્સન, ડૅ. જહોનેસ કલાટ, પંડિત શ્રી જિનવિજયજી, પ્રો. વેલણકર, પંડિત લાલચંદ્રભાઈ, પ્રો. મંજુલાલ મજુમદાર, પ્રો. સાંડેસરા–જેઓ મારા મિત્રો છે–વગેરેના અભિપ્રાય નેધી ગૂજરાતી, જેન, સામાજિક જીવન વગેરે ઉપર નવીન પ્રકાશ પાડ્યો છે. પુસ્તકના પાન ૪૮૦ ઉપર મૂર્તિપૂજા ઉપર મેં એકવાર વર્ષો અગાઉ–સમય મને અત્યારે યાદ નથી–વિચારો દર્શાવ્યા હતા તેનું અવતરણ આપે આપ્યું તે આપની સમદશિતા સૂચવે છે. તે અવતરણ સ્થાનકવાસી માન્યતાને અનુરૂપ છે. આપ મૂર્તિપૂજક વિચારક છે, એ જોતાં એ આપની તટસ્થતા દર્શાવે છે. ચૈત્યવાસી સાધુઓની સામાચારી ઉપર આપનું લખાણ નવા વિચારે ઉપજાવે છે. આટલું દિગ્દર્શન હજુસુધી ક્યાંય મળી શકતું નથી. આપને પ્રયાસ પ્રમાણભૂત સાહિત્યની ગણનામાં રહેશે. આપે રાસાઓ-જીવન ચરિતો-વગેરેમાંથી જે અવતરણે આપ્યાં છે, તે વાંચતા મને એક વિચાર સૂઝે છે. આ સાહિત્ય ઉપરથી ગૂજરાતી સાહિત્યના વિકાસની ઐતિહાસિક વિચારણા થઈ શકે. “મુખપૃષ્ટ ઉપર આપના ફોટોગ્રાફ નીચેની નોંધ ઉપરથી જાણવામાં આવ્યું કે આપે “શ્રી આર્ય રક્ષિતસૂરિ', “શ્રી જયસિંહસૂરિ', “શ્રી કલ્યાણસાગરસૂરિ) વગેરે ઉપર લખ્યું છે. ઉપરાંત આપ ફિલસૂફીના સ્નાતક છે. જૈન ફિલસૂફી ઉપર આપ ઉત્તમ પ્રયાસ કરી શકો. હજુ આપ યુવાન છે. ૩૪ વર્ષોની આપની ઉમર છે.........” ૨૩, પ્રતાપગંજ ) વડોદરા-૨. . -~-એ, કેશવલાલ હિમતરાય કામદાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288