Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
२३९
પ્રાઉન ટેસ્ટ સાયરી' વગેરે સંસ્થાઓના સ્થાપક તથા જેન શાસ્ત્રોના ધુરંધર વિદ્વાન પં. બેલાણું તા. ર૭-૧૧-૬૮ ના પત્રમાં જણાવે છે
અંચલગચ્છ–દિગ્દર્શન પુસ્તકની તમારી ભેટ પ્રસન્નતા અને આભારપૂર્વક સ્વીકારું છું. પુસ્તક લખવામાં ઐતિહાસિક સંશોધન અને પરિશ્રમ ઘણું કર્યા છે. બધા આચાર્યોને પરિચય પણ આપે છે એ ઉત્તમ થયું છે. જૈન ધર્મના બધા આચાર્યોને આવી પદ્ધતિનો કમસર ઇતિહાસ લખાય એ જરૂરી છે. તેને માટે આ પુસ્તક માર્ગદર્શનરૂપે છે?
૮૬ ગોલ્ફ લીક એરીઆ, )
ન્યુ દિલહી ૩ |
–પં. ફતેચંદ બેલાણી
જૈન મૂર્તિવિધાન શાસ્ત્રના અપક, જૈન વિદ્યા તથા કળાના પ્રમાણભૂત વિદાન ડો. ઉમાકાન્ત શાહ તા. ૧૦-૧૦-૬૮ ના પત્રમાં જણાવે છે–
આપના તરફથી “અંચલગચ્છ–દિગ્દર્શન” એ પુસ્તક ભેટ મળ્યું તે માટે ઘણે આભારી છું. પુસ્તક ઘણું જ ઉપયોગી છે અને આવા પ્રકાશન માટે તમને ધન્યવાદ ઘટે છે. તમારા પ્રકાશન, લેખની ખબર મને આપતા રહેશે...
તમારા પુસ્તકો મને ઘણા ઉપયોગી છે...”
શ્રીમતી હંસા મહેતા લાયબ્રેરી, | પિસ્ટ બોકસ નં. ૭૫, વડોદરા |
–ડૉ. ઉમાકાન્ત પ્રેમાનન્દ શાહ, ઉપ–નિયામક, પ્રાશ્ય વિદ્યા મંદિર.
જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી અને સાહિત્યકાર તથા પત્રકારશ્રી રતિલાલ દીપચંદ દેસાઈ તા. ૨૮-૯-૬૮ ના પત્રમાં જણાવેલ છે –
.......“અંચલગચ્છ-દિગ્દર્શન' પુસ્તકની કીંમતી ભેટ મળી, તમે સંભારીને પુસ્તક મે કહ્યું તે માટે આભારી છું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ ગ્રન્થ માટે લેખ મોકલવા તમને વારંવાર લખવા છતાં તમે લેખ ન મોકલાવ્યો, ત્યારે જ મને લાગેલું કે તમે એકાગ્રતાપૂર્વક કોઈ સ્વાધ્યાયના આત્યંતર તપમાં લાગ્યા છે. તમારા એ તપનું ફળ જોઈ બહુ આનંદ થયો. આ માટે તમને હાર્દિક અભિનંદન આપું છું..
માદલપુર, દરજીને વાસ, એલિસબ્રિજ, અમદાવાદ-૬ ]
-રનિલાલ દીપચંદ દેશાઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com