Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
૪૦
શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિ પક્ષ) શ્વેતાંબર જૈન સંઘનું સૌ પ્રથમ અધિવેશન ભદ્રેશ્વર મુકામે તા. ૧૭ થી તા. ૧૯-૫-૧૯૬૮ માં મળેલું તેમાં પ્રમુખપદેથી અપાયેલા પ્રવચનમાંથી–
આપણે જોઈ ગયા કે અચલગચ્છને ઇતિહાસ એ માત્ર જૈન શાસનના ઈતિહાસને જ એક મહત્ત્વનો ભાગ નથી, પરંતુ ભારતવર્ષના સાંસ્કૃતિક ઇતિહાસનું એક વિશિષ્ટ પ્રકરણ છે અચલગચ્છના બહુશ્રુત વિદ્વાન, મહાન તપસ્વીઓ, મંત્રવાદીઓ તથા સાહિત્યકારોનો પ્રભાવ એમના અનુયાયીઓ ઉપરાંત અન્ય ગચ્છ તથા જૈનેતર સંપ્રદાયો પર પણ સારા પ્રમાણમાં હતો. આ ગચ્છના પટ્ટધરોની ધર્મપ્રવૃત્તિ સાથે સમાજ, શિક્ષણ અને સાહિત્ય એમ જીવનના દરેક ક્ષેત્રોને આવરી લેતી પ્રવૃત્તિઓ પશ્ચિમ ભારતની સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. આ વસ્તુનું વિસ્તૃત અને સ્પષ્ટ દર્શન પ. પૂ. આચાર્ય શ્રી નેમસાગરસૂરિજીના પ્રયત્નથી તૈયાર થયેલ “અંચલગચ્છ–દિગ્દર્શન માંથી પ્રાપ્ત થશે. શ્રી પાર્વે આ ગ્રંથ માટે ઘણે જ પ્રયત્નથી પરિશ્રમ કર્યો છે. તેમને હું ધન્યવાદ આપું છું.”
-નારાણજી શામજી મોમાયા,
હવે પછી પ્રકટ થશે–
શ્રી અચલગચ્છીય રાસ સંગ્રહ”
-: સંશોધક અને સંપાદક :–
પાર્થ”
– પ્રકાશક :– શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિ પક્ષ) શ્વેતાંબર જૈન સંધ
આ સંદર્ભ ગ્રંથમાં ગચ્છના પ્રાચીન ઐતિહાસિક રાસ, તીર્થમાળાઓ, ગુ. વલીઓ, તીર્થસંઘોના વર્ણનરૂપ ગીત, ભાસ, છંદ, પ્રસિદ્ધ પુરુષના ગુણગર્ભિત છે કવિત્ત, શલાકા આદિ પદ્ય રચનાઓને સંગ્રહ હશે. એતિહાસિક અવલોકન, છે સાહિત્ય સમીક્ષા, ટિપ્પણો સૂચિપત્રો સહિત અન્વેષણાત્મક રીતે તેનું સંપાદન થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com