Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh

View full book text
Previous | Next

Page 284
________________ २३७ હિન્દીના સુપ્રસિદ્ધ લેખક અને જૈન ઇતિહાસના અગ્રણી સંશોધક શ્રીયુત અગરચન્દજી નાહટા અભિપ્રાય આપતાં જણાવે છે કે વેતાંબર જૈન કે મેં અંચલગચ્છકા ભી કાફી વિશિષ્ટ સ્થાન હૈ. ઇસ ગચ્છ કે આચાર્યો આદિને જૈન શાસનકી ઉલ્લેખનીય સેવા કરી છે. વર્તમાન મેં ભલે હી ઇસ ગરછ કે સાધુ, સાધ્વી ઔર સંઘ કી સંખ્યા કમ હો, પર ઇસ કા ભૂતકાલ બહુત હી ઉજજવલ એવં ગૌરવપૂર્ણ રહા હૈ. ઇસ ગચ્છ કે સંબંધ મેં સં. ૧૯૮૫ મેં પ્રકાશિત “મેહટી પટ્ટાવલી” નામક ઉલ્લેખનીય ગ્રંથ પ્રકાશિત હુઆ. ઉસકે બાદ શ્રી પાર્શ્વને કાફી અધ્યયન વ ખેજ કરકે જે “અંચલગચ્છ-દિગ્દર્શન' નામ ગ્રન્થ તૈયાર કરકે પ્રકાશિત કિયા હૈ; વહ અવશ્ય હી સરાહનીય પ્રયત્ન છે. એસી લગનવાલે વ્યક્તિ વિરલે હી હેતે હૈ. અત: શ્રી પાર્થ કે ઇસ પ્રયત્ન કી ભવિષ્ય મેં અવશ્ય હી અવિક કદર હોગી. તે અંચલગચ્છ કે ઐતિહાસિક રાસ આદિ કો પ્રકાશિત કરને મેં પ્રયત્નશીલ હૈ. ઉનકી વહ ભાવના સફલ હો. લેખક કે પ્રયત્ન કી સફલતા કી શુભ કામના કરતા હું.” નાહટાંકી ગયા છે બીકાનેર, રાજસ્થાન U –અગરચંદજી નાહા. ભારતના રાષ્ટ્રપતિ શ્રી ગિરી દ્વારા રાષ્ટ્રિય પુરસ્કાર વડે સન્માનિત પ્રાચ્યવિદ્યા-વિશારદ, પંડિતરત્ન” શ્રી લાલચંદ્રભાઈ ગાંધી અભિપ્રાય આપતાં નોંધે છે કે – “...પ્રયોજક શ્રી પાર્ધ ફિલોસોફીના સ્નાતક છે. તેઓ ઘણા ઉસ્તાહી અને ઈતિહાસના સંશોધક છે; અચલગચ્છના અનુયાયી છે. આ પહેલાં તેઓએ “શ્રી આર્ય રક્ષિતસૂરિ', “શ્રી જયસિંહસૂરિ', “શ્રી કલ્યાણસાગરસૂરિ આદી ગ્રન્થ લખ્યા છે, તથા “અંચલગચ્છીય લેખસંગ્રહ' ગ્રન્થનું સંશોધન સંપાદન કર્યું છે. આ ગ્રન્થના પ્રારંભમાં તેના યશસ્વી લેખક તરીકે તેમનો ફોટો મૂકવામાં આવ્યા છે, તે ઉચિત લેખાશે. આ ગ્રન્થનું સમર્પણ એ જ ગચ્છનાં વિદુષી સન્નારી રાણબાઈ હીરજીને થયું છે, તે પણ યોગ્ય છે. લેખકે પ્રાચીન–અર્વાચીન ઐતિહાસિક સાધન-સામગ્રીનું અવણ કરી ઐતિહાસિક તુલનાત્મક દ્રષ્ટિથી આ ગ્રંથનું સંકલન કરેલું જણાય છે. લગભગ આઠસો-નવસો વર્ષોનો ઇતિહાસ આમાં રજૂ થયેલ છે. આમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતને રાજસ્થાનનો અને બીજા દેશનો ઈતિહાસ સુસંબદ્ધ છે. જામનગર-હાલાર પ્રાંત, પાલિતાણા (સૌરાષ્ટ્ર), પાવાગઢ ગુજરાત અને કચ્છનાં અનેક સ્થળોને સંસ્મરણીય ઇતિહાસ છે. મુંબઈમાં વસતા વીસા-દશા ઓશવાળ કરછી ભાઈઓનાં સાહસનું પ્રાસંગિક વર્ણન છે. શ્રીમંતોએ ઉદારતાથી ધાર્મિક (જેનમંદિરનાં નિર્માણ, સંઘો, તીર્થયાત્રાઓ વગેરે), સામાજિક (દુષ્કાળ વગેરેમાં ઉદારતા) ઈત્યાદિ પ્રસંગચિત કર્તવ્યોમાં લક્ષ્મીનો કેવી રીતે સદુપયોગ કર્યો હતો–તે આમાંથી જણાય છે, તથા ચારિત્રપાત્ર વિદ્વદ્વયં આચાર્યોએ, મુનિરાજોએ કેવી પ્રભાવક્તા દર્શાવી હતી, કેવી સાહિત્ય-રચના કરી હતી, જૈન ધર્મનું ગૌરવ કેવી રીતે વધાયું હતું –એ આ ગ્રંથ વાંચવાથી જણાય છે. દેશ-પરદેશમાં આ સમાજે કેવી નામના પોતાનાં સુકૃત્યોથી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288