Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
(લે. ૮૮૯), નલિયાના આશારિયાજી હોથીજી (લે. ૮૭૦), તેરાના હમીરજી (લે. ૮૮૨), વડસરના હમીરજી (લે. ૮૮૭) વગેરે. બ્રિટીશ સત્તાએ સન ૧૮૧૯ માં દરમિયાનગિરી કરીને કચ્છના જાડેજા ભાયાતોને તેમની જાગીરની દીવાની તથા ફાજદારી તમામ હકૂમત સહિત સ્વતંત્રતાના હક્કો આપેલા, જેને કચ્છની તવારીખમાં ગેરન્ટી પ્રથા તરીકે ઓળખાવાયા છે, તેનું સૂચન ગ્રામાધિપતિઓનાં નામો દ્વારા મળે છે. ઉક્ત પ્રથાથી મહારાવ માત્ર નામના જ રાજા બની ગયેલા કેમ કે મોટા ભાગની હકૂમત ભાયાતો હસ્તક ચાલી ગયેલી. પિતાનું સાર્વભૌમત્વ પુનઃ સિદ્ધ કરવા મહારાવ દેશળજી અને પ્રામ્મલજીને જીવનભર લડત ચલાવવી પડી અને અંતે સફળતા મેળવેલી. એ પછીના લેખમાં ગ્રામાધિપતિનાં નામે મૂકાવા બંધ થઈ ગયા. કચ્છના રાજકીય ઈતિહાસમાં આ પ્રશ્ન ખૂબ ખૂબ ચર્ચાય છે. (૧૧) સુથરીની ઘસાઈ ગયેલી છૂટી શિલા ઉપરના લેખમાં મોરારજી ભારાજી અને જાડેજા વાઘાજી ઠાપજી (લેખાંક ૮૭૫) એમ અસ્પષ્ટ વંચાય છે તે પણ પ્રાયઃ ગ્રામાધિપતિનાં નામ છે. સુથરીના પથ્થરોના ઢગલામાં મને બીજી પણ વિસ્તૃત શિલાપ્રશસ્તિ જોવા મળેલી કિન્તુ તે તદ્દન ઘસાઈ ગયેલી છે. જે તેનો લેખ વાંચી શકાયો હોત તો આ અંગે વિશેષ પ્રકાશ પાડી શકાત. સુથરીમાં ચાવડા, જત, ગરજજણ વગેરેનું શાસન હતું. કોઠારાના જાગીરદાર જાડેજા ભારાજીએ ત્યાં અધિકાર મેળવેલ અને તેના મોટા કુંવર હરધોરજી સુથરીને ટીંબે બેઠેલા. લેખક્ત નામે તેમના વંશજના સંભવે છે; અથવા તો મોરારજી ભારાજી વંચાયું છે તે કદાચ હરજી ભારાજી પણ હોઈ શકે. (૧૨) શિલા-પ્રશસ્તિઓમાં રાજાનાં નામની સાથે તેમના યુવરાજના નામને નિદેશ પણ નોંધનીય છે, ઉદાહરણુ લેખાંક ૩૧૫ માં કાધુજી સાથે તેના કુંવર શિવાજીનું નામ પણ છે. પ્રાચીન ગ્રંથોમાં રાજાની જેમ જ શાસકીય કાર્યોમાં યુવરાજનું નામ પણ હોય એ પદ્ધતિને ‘દે અમલી” (પદ્મનાભ રચિત “કાન્હડદે પ્રબંધ”), “Áરાજ્ય” (કૌટિલ્ય પ્રણીત “અર્થશાસ્ત્ર”), દરજજાણિ” (“આચારાંગસૂત્ર'), વગેરે શબ્દ પ્રયોગથી ઓળખવામાં આવે છે. ઉપર્યુક્ત સંદર્ભમાં આ અંગેનું અધ્યયન કરવું ઘટે છે.
રાજ્ય વહીવટમાં એવું પણ થતું કે પિતા કરતાં પુત્ર વધારે પ્રભાવશાળી હોય તો તત્કાલીન પ્રમાણમાં એના નામનું જ સ્મરણ વધારે રહે. ઉદાહરણથે લેખાંક ૮૭૦ માં દેશલજીને રાજા તરીકે ઉલ્લેખ છે; વાસ્તવમાં તેના પિતા ભારમલજી, જેમને બ્રિટીશ સત્તા પાછળથી પદભ્રષ્ટ કરેલા, તેઓ તે સમયે વિદ્યમાન હતા. એવી જ રીતે લે૩૩૪ માં પાલિતાણાના રાજા તરીકે પ્રતાપસિંહનો ઉલેખ છે, કિન્તુ તેના પિતા નૌઘણજી જેઓ રાજકાજથી અલિપ્ત રહેતા હતા, તેઓ વિદ્યમાન તો હતા જ.
ઉત્કીર્ણ લેખમાંથી ઉપલબ્ધ બનતા રાજકીય ઉલેખ અંગે વિશેષ વિચારણા કરી શકાય, પરંતુ અહીં આટલેથી જ સંતોષ માનવો ઘટે છે.
સ્થળનામો (૧) લેખલિખિત સ્થળના પ્રાચીન ભૂગોળ, તેમ જ ઘણીવાર રાજકીય ભૂગોળ વિશે પ્રમાણભૂત કંડિકાઓ રજૂ કરતા હોઈને મહત્ત્વપૂર્ણ બની રહે છે. લેખોમાં ઘણી વાર પ્રચલિત નામોને બદલે સંસ્કૃત નામો જણાવવાના પદ્ધતિ પણ ધ્યાન ખેંચે એવી છે, જેમ કે પાટણને બદલે પત્તન, ખંભાત=સ્તંભતીર્થ, સૂરત સૂર્યપુર, જૂનાગઢ= જીર્ણદંગ ઇત્યાદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com