Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
૨૨
વિજ્ઞાન વિષયક ઉલ્લેખ
શિલાપ્રશસ્તિઓમાંથી વાસ્તુશાસ્ત્ર, શકુન શાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, મુદ્રાશાસ્ત્ર આદિ અનેક શાસ્ત્રો સંબંધિત ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે, કેમ કે જિનભવનનું નિર્માણ થવું, તેની તિષ અનુસાર શુભ મુહૂર્તમાં પ્રતિષ્ઠા થવી અને એ બધાં કાર્યો પાછળ દ્રવ્યવ્યય થવો એ બધા એક બીજા સાથે સંબંધ ધરાવનારા વિષયે જ છે, એટલે સ્વાભાવિક રીતે પ્રશસ્તિમાં અન્ય બાબતો ઉપરાંત ઉપયુક્ત વિજ્ઞાને વિષેના ઉલેખે તેમાં આવી જાય.
કોઠારાના જિનાલયને “મેરુપ્રભ” (લે૩૩૬) કહેવાયું છે; એવી જ રીતે અન્ય જિનપ્રાસાદેને “ભદ્ર (લે. ૪૮૭), “સિદ્ધિસપાન લક્ષણ” (લે. ૮૬૭) વગેરે કહેવાયા છે તે વાસ્તુશાસ્ત્ર વિષયક ઉલ્લેખ છે. શિલ્પગ્રંથોમાંથી ૧૫૦ થી અધિક પ્રાસાદનાં નામો અને લક્ષણો વિશે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઇંડા, તિલક અને કૂટ દ્વારા જિનપ્રાસાદના શિખરને સજાવવામાં આવતાં. ઈંડાની સંખ્યા ૫ થી માંડીને ૪-૪ ના કમથી વધતી ૧૦૧ પહોંચતી. એમાં ૫ ઇંડાયુક્ત પ્રાસાદ કેસરી અને ૧૦૧ ઇંડાયુક્ત પ્રાસાદ મેરુ કહેવાતો.
સ્થાપત્યને મૂર્ત રૂપ આપનાર સૂત્રધારને વાસ્તુશાસ્ત્ર ઉપરાંત ધાર્મિક માન્યતાઓનું પણ જ્ઞાન અસાધારણ રહેતું એમ સ્વીકારવું જ પડશે. જિનાલયના નિર્માતા શ્રેણીઓ તેમને પગારદાર નેકર તરીકે નહીં, કિન્તુ સન્માનનીય વ્યક્તિ તરીકે તેમનું બહુમાન કરતા એમ શિલાલેખોમાં મૂકાતા એમનાં નામ પરથી સૂચિત થાય છે, જુઓ લેખાંક ૩૧૫, ૩૩૬, ૮૭૦, ૮૭૪ ઈત્યાદિ.
પહેલાં શકુન શાસ્ત્રમાં લોકોની સૂઝ કેટલી ઊંડી હતી તેનું પ્રમાણુ લેખાંક ૩૩૬ પૂરું પાડે છે. વિકમ સંવત, તથા શકસંવતથી માંડીને ઘટિકા, પળ વગેરેનું તેમાં શાસ્ત્રીય વર્ણન એટલું ઝીણવટથી છે કે તે તરફ ધ્યાન ખેંચાયા વિના રહેતું નથી.
મુદ્રાશાસ્ત્ર વિષયક ઉલ્લેખો લેખાંક ૩૧૨, ૩૩૬, ૮૭૫ વગેરેમાંથી પ્રાપ્ત થાય છે, કિન્તુ તેમાં નવું કશું નથી. અલબત્ત, તે ચલણી સિક્કાઓ તત્કાલીન આર્થિક વ્યવસ્થા અંગે તે પ્રકાશ પાડે જ છે. રાજકીય
ઉત્કીર્ણ લેખે રાજકીય બાબતો પર પણ પ્રકાશ પાડે છે, જે અંગે કેટલીક નિમ્નત છે? (૧) મંત્રીશ્વર વિમલને ઉલેખ ઘણે સ્થાને જોવા મળે છે. તેમાં “વિમલ સંતાને કહેવાયું છે, કિન્તુ તે નિઃસંતાન હતા. તેના નાના ભાઈ ચાહિલના વંશજે પિતાને વિમલના વંશજ તરીકે ઓળખાવતા હોઈને, લેખક્ત વ્યક્તિઓ પણ તેના અન્વયની હશે.
મંત્રીશ્વર વિમલને બધા ગચ્છાએ પોતપોતાના કહ્યા છે, અને કચછના મારા સંશોધન પ્રવાસ દરમિયાન તે અચલગચ્છીય શ્રાવક હોવા સંબંધક પ્રમાણે પણ મને પ્રાપ્ત થયાં છે, જે બધાં હું મારા પ્રકાશ્યમાન રાસસંગ્રહમાં “વિમલમંત્રીને રાસ’ના સંદર્ભમાં રજૂ કરી આ પ્રશ્ન વિશે વિચારણા કરીશ. (૨) લેખાંક ૨૮૩ માં જોધપુરના રાજા ઉદયસિંહના નામનો ઉલ્લેખ છે. તેમના વિશે કર્નલ ટોડ નોંધે છે કે “ઉદયસિંહના રાજ્યાભિષેક સંબંધમાં પૃથફ પૃથક્ ભટ્ટગ્રંથોમાં ભિન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com