Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

Previous | Next

Page 12
________________ અમૃતવેલની સઝાય ગંધ, રસ અને સ્પર્શ નસારાં, ન ગમે તેવાં, તેના ઉપર દ્વેષ (અણગમો) થાય છે. આ ગમો-અણગમો થયા પછી આ જીવ તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિના ઉપાયો વિચારે છે. જો પ્રાપ્તિ થાય તો રાગ અને અપ્રાપ્તિ થાય તો દ્વેષ થાય છે. તેના વિચારોના વમળમાં આ જીવ ઘણો ઘણો દુઃખી થાય છે. આ રાગદ્રષાત્મક મોહનો સંતાપ જીવને દુઃખી-દુઃખી કરે છે. જ્ઞાનદશા જાગે તો જ સમજાય કે કુટુંબ, પરિવાર, સ્નેહીઓ, સ્વજનો કે કોઈપણ પુદ્ગલદ્રવ્ય હું સાથે લાવ્યો નથી, સાથે લઈ જવાનો નથી તો શા માટે આવો મોહ કરવો ? આમ વિવેક જાગે તેથી જ્ઞાનદશા આવવાથી વિવેક જાગવાથી મોહ-સંતાપ ટળે, મધ્યસ્થભાવ આવે, ઉદાસીનતા આવે અને વીતરાગ થવાને અભિમુખ થવાય. | (૨) ચિત્તમાં ડામાડોળપણાનો ત્યાગ - મોહદશાના કારણે આ જીવનું ચિત્ત-મન ડામાડોળ થાય છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં અને અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં એવા ભયંકર રાગ-દ્વેષ થાય છે કે જેનાથી આ જીવનું મન ચિંતાતુર, હર્ષ-શોકવાળું જ રહે છે. આમ કરું કે તેમ કરું તેના વિચારોમાં જ અટવાય છે. સાનુકુળ-પ્રતિકુળ નિમિત્તો ઉપર પ્રીતિ-અપ્રીતિ થાય છે. તેના માટે જુઠું બોલવાનું, હિંસા કરવાનું, માયા-કપટ કરવાનું મન થાય છે અને સતત મન

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114