Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

Previous | Next

Page 40
________________ ૩૧ અમૃતવેલની સઝાય પ્રમાજીને લેવી મુકવી, નાના શુદ્ર જીવો પણ પીડા ન પામે તેવો વ્યવહાર કરવો, કડવાં વચન ક્યારેય બોલવાં નહીં, બીજાને દુઃખ થાય તેવાં વ્યંગવચનો, કટાક્ષવચનો, મેણાં-ટોણાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ બોલવાં નહીં. કોઈને પણ પીડા ઉપજે તેવો વ્યવહાર ન કરવો, આવી હૃદયગત શ્રેષ્ઠ દયાનાઅહિંસાના ભાવ જ મુક્તિનો પંથ છે અને સંસારરૂપી જલાશયને તરવા માટેની આ દયાભાવ એ નાવડી છે. જેમ નાવડીથી જળાશય તરાય છે તેમ આવા પ્રકારના દયાનાઅહિંસાના શ્રેષ્ઠ ભાવથી સંસાર તરાય છે. માટે હે જીવ! તું આવા પ્રકારના વીતરાગપ્રભુ પ્રણીત ધર્મનું શરણ સ્વીકાર કર. - ઉત્તમ આચરણ, સદાચારી જીવન, વિનય, વિવેક, ત્યાગ, તપ, વૈરાગ, જ્ઞાન ઈત્યાદિ ગુણોથી મઘમઘતું જે જીવન તે જ સંસારથી તારનારું જીવન છે. પેટ અને પરિવારનું પોષણ તો તિર્યંચો પણ કરે જ છે. તેથી તેવું કાર્ય માનવ જીવનમાં કરીએ. તેનાથી માનવજીવનની મહત્તા નથી, પણ સંસ્કારમય અને ગુણીયલ જીવનની મહત્તા છે. ગુણોની પ્રાપ્તિ માટે કરાતાં ધર્મ અનુષ્ઠાનો જેવાં કે સામાયિક પ્રતિક્રમણ-દાન-શીયલ-તપ-સ્વાધ્યાય અને પ્રાયશ્ચિત્ત આદિ કાર્યો કરવાં તે દ્રવ્યધર્મ છે. આ દ્રવ્યધર્મ ભાવધર્મ પ્રાપ્ત કરવાનું સાધન છે. માટે અવશ્ય આદરણીય છે છતાં

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114