Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

Previous | Next

Page 110
________________ ૧૦૧ અમૃતવેલની સઝાય પરમશાન્તિસ્થાન”માં જઈ શકીશ. હે જીવ ! આવી શિખામણ ફરી ફરી મળશે નહીં. આ અપૂર્વ પુણ્યોદય પ્રગટેલો છે કે આવી સઝાયના અર્થો તને સાંભળવા મળ્યા છે. માટે તુરત ચેતી જા. હવે આ સજ્જાય પણ પૂર્ણ થવા આવી છે. અનેક જાતની હિતશિક્ષા રૂપી અમૃતની વેલડીનું તને પાન કરાવ્યું છે. આ અમૃતપાનથી તું પુષ્ટ બન્યો છે ભીનો ભીનો બન્યો છે. માટે હે જીવ! તું હવે ડાહ્યો થઈ જા. મોહરાજાના પંજામાંથી નીકળી જા. બીજા ભવોમાં આવા ધર્મના સંજોગ આવશે અથવા કદાચ નહીં પણ આવે. તેથી હવે આ અન્તિમ ઉપદેશ છે. તને વધારે શું કહીએ ? ડાહ્યાને વધારે કહેવાનું ન હોય, “ઘોડાને લગામ, ગધેડાને ડફણાં” ૨૮ શ્રી નયવિજય ગુરુ શિષ્યની, શિખડી અમૃતવેલ રે ! એહ જે ચતુરનર આદરે, તે લહે “સુચશ” રંગ રેલ રે ચેતન ! જ્ઞાન અજુવાળીએ રિલા ગાથાર્થ :- શ્રી નિયવિજયજી ગુરુજીના શિષ્ય શ્રી યશોવિજયજીની અમૃતના વેલડી જેવી આ હિતશિક્ષા છે. જે ચતુરપુરુષો આ હિતશિક્ષાને આદરશે, તે આત્માઓ સારા યશની રેલં છેલને પ્રાપ્ત કરશે. રિલા - વિવેચન :- શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ સાહેબની

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114