Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 112
________________ અમૃતવેલની સજ્ઝાય ૧૦૩ સમજાવશે તે સારા યશની રેલંછેલને પામશે. તેઓની ઈચ્છા ન હોય તો પણ તેઓનો યશ ચારે તરફ અવશ્ય વિસ્તાર પામશે. સાચું કહેનારા, સાચું સમજાવનારા અને હૃદયમાં લાગણી રાખીને હિતશિક્ષા આપનારા મહાત્માઓનો યશ તેઓની ઈચ્છા ન હોય તો પણ સામાન્ય લોકો ગાયા વિના રહેતા જ નથી. તથા આ ગાથામાં “સુયશ” શબ્દ લખીને ગર્ભિત રીતે સજ્ઝાય બનાવનારાએ પોતાનું નામ પણ ઉદ્ઘોષિત કર્યું છે. આ પ્રમાણે આ સજ્ઝાયના અર્થ અહી સમાપ્ત થાય છે. અમૃતવેલની સજ્ઝાયના અર્થ સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114