________________
અમૃતવેલની સઝાય
૯૯ જેમકે શાલિભદ્રજીને પ્રતિદિન ૯૯ પેટીના ધનનું આગમન, બત્રીસ પત્નીનો પરિવાર, સાત માળની ઉંચી હવેલી, શ્રેણીક મહારાજા એક રત્નકંબલ ન ખરીદી શકે તેવી બત્રીસ રત્નકંબલો એકી સાથે ખરીદી શકે આવી તો ધનની સંપત્તિ, છતાં તે સઘળી સાનુકુળતા ઉપર અલ્પ પણ પ્રીતિઅપ્રીતિ નહીં, આસક્તિભાવ નહીં. પલવારમાં તેનો ત્યાગ કરીને નિર્મોહી થઈને ઘરથી ચાલી નીકળ્યા. તેનું નામ “ઉદાસીન પરિણામ.”
છ ખંડના રાજા ચક્રવર્તી ભરત મહારાજા. અલંકારોથી સુસજ્જ, રાજ્યની સમૃદ્ધિવાળા, છતાં હાથમાંથી માત્ર એક વિટી સરકી જવાથી સર્વે વસ્તુઓની અસારતા-તુચ્છતાવિનાશિતા સમજીને વૈરાગ્યવાસિત થયા તેનું નામ ઉદાસીન પરિણામ. પૃથ્વીચંદ્ર-ગુણસાગર ઈત્યાદિ ઉદાહરણો પણ અહીં સમજી લેવાં કે જેઓ મોહરાજાની રાજધાનીમાં બેઠા હોવા છતાં રાગમુક્ત થઈને ઉદાસીન પરિણામવાળા થયા.
ઉપરનાં સર્વે દષ્ટાન્તો રાગના પ્રસંગે ઉદાસીન પરિણામવાળા મહાત્માઓનાં આપ્યાં. હવે ‘મના પ્રસંગોમાં ઉદાસીન પરિણામ રાખે તેવાં દૃષ્ટાન્તો આ પ્રમાણે છે -
અગ્નિશર્માએ ભવોભવમાં ગુણસેન રાજાને ઘણાં દુઃખો જ ઉપજાવ્યાં અર્થાત્ શબ્દથી વર્ણવી ન શકાય તેવાં દુઃખો