Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

Previous | Next

Page 107
________________ ૯૮ અમૃતવેલની સઝાય દેખીચે માર્ગ શિવનગરનો, જે ઉદાસીન પરિણામ રે ! તેહ અણછોડતા ચાલીએ, પામીએ જેમ પરમધામ રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ ૨૮II ગાથાર્થ જે ઉદાસીન પરિણામ છે તે જ શિવનગરનો માર્ગ છે આમ સમજવું. જો આ માર્ગને છોડ્યા વિના હે જીવ! તું ચાલીશ તો પરમધામને અવશ્ય પ્રાપ્ત કરીશ. ૨૮ વિવેચન :- મુક્તિની પ્રાપ્તિ માટેનો આ એક જ રાજમાર્ગ છે અને તે “ઉદાસીન પરિણામ” ગમે તેવાં અનુકુળ સાધનો મળે, સોના-રૂપાના સિંહાસન ઉપર બેસવાનું મળે, દેવો ચામર વીંછતા હોય, કોડાકોડી દેવો સેવામાં ફરતા હોય, તો પણ અલ્પમાત્રાએ પણ રાગપરિણામ નહીં, છ ખંડનું રાજ્ય હોય, ચક્રવર્તીની ઋદ્ધિ હોય, અનેક જાતનાં માન-સન્માન હોય, લોકો ઘણા જ ભાવથી આવકારતા હોય તો પણ અહંકારનો કે મમતાનો લવલેશ નહીં. બંગલા, ગાડી, વાડી આદિ અનેક પ્રકારની ધન-સંપત્તિ હોય, ઘરમાં સેંકડો નોકર-ચાકર કામ કરતા હોય, ઘણી ગાયો-ભેંસોની પશુસંપત્તિ હોય છતાં જરા પણ આસક્તિ નહીં. મારાપણાનો પરિણામ નહીં અંતરંગ પ્રીતિ-અપ્રીતિ નહીં આનું નામ “ઉદાસીન પરિણામ”.

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114