________________
૧૦૦
અમૃતવેલની સઝાય આપ્યાં તો પણ ગુણસેન રાજાના જીવે શમભાવ રાખ્યો તે ઉદાસીન પરિણામ. કમઠના જીવે પાર્શ્વનાથ પ્રભુના જીવને દશે દશ ભાવોમાં દુઃખ આપ્યાં, દ્વેષ, કષાય અને માઠા પરિણામ આવે તેવા પ્રસંગો સર્યા, છતાં પ્રભુએ શમભાવ રાખ્યો, ક્યારેય અલ્પમાત્રાએ પણ દ્વેષ ન કર્યો તે ઉદાસીન પરિણામ. આવી જ રીતે બંધકમુનિની જીવતાં છાલ ઉતારવામાં આવી. પાંચસો શિષ્યો ઘાણીમાં પલાયા, માથા ઉપર આગની પાઘડી સસરાએ બંધાવી ત્યાં તે તે મહાત્માઓએ જે સમભાવ રાખ્યો તે ઉદાસીન પરિણામ.
આવા પ્રકારનાં દૃષ્ટાન્તો જાણીને હે જીવ! તું પણ સાનુકુળ-પ્રતિકુળ સંજોગોમાં રાગ અને દ્વેષના પરિણામનો ત્યાગ કરીને સમભાવ રાખવા સ્વરૂપ ઉદાસીન પરિણામ વાળો થા. સાનુકુળતાનો રાગ અને પ્રતિકુળતાનો દ્વેષ આ જ જન્મમરણની રખડપટ્ટી વધારનારું તત્ત્વ છે. તેના ઉપર તું કંટ્રોલવાળો થા. આવા પ્રકારનો ઉદાસીન જે પરિણામ. (નહીં રાગ અને નહીં રીસ) તે જ મુક્તિનગરમાં જવાનો ધોરીમાર્ગ છે. અર્થાત્ રાજમાર્ગ છે. હે જીવ! જો તારે સાચેસાચ મુક્તિ નગરમાં જવું જ હોય તો આ ઉદાસીનપરિણામ સ્વરૂપ ધોરી એવા રાજમાર્ગને તું સ્વીકાર, એટલું જ નહીં પણ સ્વીકાર્યા પછી પણ ક્યારેય છોડીશ નહીં. જો તેને છોડ્યા વિના ચાલીશ તો જ તે આત્માના