________________
૯૬
અમૃતવેલની સઝાય આપેલ છે. અને દ્વેષને કડવા રસની ઉપમા આપેલ છે. રાગ અને દ્વેષ એ વિષ છે અને તેનો કડવો રસ છે. તથા પૂર્વમુનિ પુરુષનાં વચનો આ વિષને ઉતારવામાં મારૂડિક મંત્રતુલ્ય છે. જેમ ગારૂડિક મંત્રથી સર્પનું વિષ ઉતરી જાય છે. તેમ પૂર્વમુનિ પુરુષનાં અધ્યાત્મ-સાર, અધ્યાત્મઉપનિષદ્, જ્ઞાનસારાષ્ટક, વૈરાગ્યશતક, સંવેગરંગશાલા, સમરાઈશ્ચકહા, યોગશતક, યોગદષ્ટિ-સમુચ્ચય, ઉપમિતિભવપ્રપંચ, પ્રશમરતિ, શાન્ત સુધારસ ઈત્યાદિ શાસ્ત્રોના મર્મને સમજાવનારાં વચનો સાંભળવાથી તે વચનો રૂપી મંત્ર વડે રાગ-દ્વેષ રૂપી વિષ ઉતરી જાય છે.
ઉપરોક્ત એકે એક ગ્રંથો આ આત્માની પરિણતિ બદલનારા ગ્રન્થો છે. આ ગ્રન્થો વાંચ્યા પછી જો વૈરાગ્ય ન થાય, પરિણતિ ન બદલાય તો સમજવું કે તે જીવ ભવ્ય હશે કે કેમ ? આ ગ્રન્થોનાં વચનો સંસારના મોહરૂપી વિષને ઉતારવામાં મહામંત્ર ગારૂડિક મંત્ર સમાન છે.
અભ્યાસક આત્માએ ઉપરના ગ્રન્થો અવશ્ય વાંચવા. સંસ્કૃત ભાષા ન આવડતી હોય તો અંતે ગુજરાતી ભાષાન્તરો પણ વાંચવાં. આવા ગ્રન્થોનું વારંવાર દોહન કરવું, મનન કરવું. જો આ ગ્રન્થોના અભ્યાસી કોઈ મહાત્મા મળે તો તેઓનાં અનુભવપૂર્ણ આ વિષયનાં વચનો સાંભળવાં. વ્યાખ્યાનો સાંભળવાં, વાચના ગોઠવવી, એક ધ્યાનપૂર્વક